સગરામપુરા એક એપાર્ટમેન્ટમાં મીટરમાં આજે સવારે આગ લાગતા ત્યાં રહેતા રહીશોમાં અને આજુબાજુના લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી જોકે આ આગથી ગભરાઈ જઈને એક ફ્લેટના રહીશો એપાર્ટમેન્ટની બારી માંથી બીજા ફ્લેટમાં જીવ જોખમમાં મૂકીને ગયા હતા
ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સગરામપુરા વિસ્તારમાં આવેલા રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા અંજુમ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરમાં શોર્ટ સર્કિટ થતા મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ પ્રસરતાં આજુબાજુના 12 જેટલા મીટરને લપેટમાં લીધા હતા જેના લીધે ત્યાં ધુમાડો નીકળવા માંડ્યો હતો મીટર પેટીમાં લાગેલી આગના ધુમાડા ઉંચે સુધી ઉઠયાં હતાં.
જેથી એપાર્ટમેન્ટના રહિશોની સાથે આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો .અને ભારે ભાગદોડ થઈ જવા પામી હતી આગના ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ તાળવે ચોંટી ગયા હતા બાદમાં તે એપાર્ટમેન્ટના એક ફ્લેટની બારીમાંથી બીજા ફ્લેટમાં જીવ જોખમમાં મૂકી કેટલાક વ્યક્તિઓ ગયા હતા.
આ અંગે ફાયર ઓફિસર નિલેશ દવે ની જાણ થતાં તરત ફાયર કાફલા અને મજુરાગેટ માન દરવાજા અને નવસારી બજાર સાહેબ ની ગાડી સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા જોકે તે આ પછી થોડા સમયમાં ફાયર જવાના હોય આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.