વોર્ડ નંબર 10 અડાજણ પાલ, ઇચ્છાપોર ભાજપનો વિજય, ધર્મેશ વાણિયાવાળા, નિલેશ પટેલ, દિવ્યા રાઠોડ, ઉર્વશી પટેલ.વોર્ડ નંબર 6માં ભાજપની પેનલનો વિજય, જયશ્રી વારિયા, દક્ષેશ માવાણી, અનિતા દેસાઇ, ધનશ્યામ સવાણીનો વિજય. સુરતના વોર્ડ નંબર 1 જહાંગીરપુરા, વરિયાવ, કોસડ, છપરાભાઠામાં ભાજપનો વિજય, ભાજપની પેનલના ઉમેદવારો ગીતા સોલંકી, ભાવિની પટેલ, અજિત પટેલ, રાજેન્દ્ર પટેલ.
-સુરતના કોટ વિસ્તાર ગણાતા વાડી ફળિયા, નવાપુરા બેગમપુરા અને સલામત પુરાના વોર્ડ નંબર 13માં ભાજપની આખી પેનલ જીતી છે. આ વિસ્તારમાં કોંગ્રેસ સાથે ટક્કર હોય એવું કહેવાનો હતો, પરંતુ પરિણામે અંતે ભાજપના ઉમેદવાર જીત્યા છે.
– સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તૂટી છે. ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે એક મહિલા ઉમેદવારની હાર થઈ છે. આ વખતે વોર્ડ નંબર ચારમાં આપે બાજી મારી છે.
– સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપે 3-3 વોર્ડમાં જીત મેળવી છે જ્યારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થયાં છે.
– પુણા વિસ્તારમાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાયું નથી. મતગણતરી પૂરી થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે.
– વોર્ડમાં 14 ઉમરવાડા માતાવાડીમાં તમામ 12 રાઉન્ડની ગણતરીના અંતે ભાજપના તમામ ચાર ઉમેદવારો જીતી ગયા છે.
– ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પુણામાં કોંગ્રેસનો પંજો ફરી વળ્યો હતો. પરંતુ પાટીદારોએ કોંગ્રેસનો હાથ છોડીને ઝાડૂ પકડી લીધો હતો. આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાયું નથી. વોર્ડ નંબર 16 પશ્ચિમમાં 11 રાઉન્ડમાંથી સાતની ગણતરી પૂરી થઈ ગઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો 16000 મત થી આગળ મેળવ્યા છે. જેની સામે ભાજપે 7500 જેટલા માર્કસ મેળવ્યા છે. આમ આ વિસ્તારમાં હાલ આપની પકડ જોવા મળી રહી છે.
– પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં 13માંથી 8 રાઉન્ડ અંતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સ્પર્ધા છે. 8 રાઉન્ડ ભાજપ આમ આદમી કરતા પાછળ ચાલી રહી છે. આઠમા રાઉન્ડના અંતે ભાજપના ત્રણ ઉમેદવારો 4000 કરતા વધારે મતથી પાછળ છે. જેના કારણે અપસેટ સર્જાય તેવી સ્થિતિ છે.
– વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોર માં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે.આઠ નંબર માં સાતમા રાઉન્ડના અંતે ત્રણ આમ આદમી પાર્ટી અને ભાજપના એક ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
– ઉધના બેઠકમાં ભાજપની જીત થઈ છે. સુરત મહાનગરપાલિકાની 23 બમરોલી ઉધના ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતા રબારી, ઊર્મિલા ત્રિપાઠી. પરેશ પટેલ અને દીનાનાથ મહાજનને વિજેતા જાહેર કરાયા છે
– સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપની આખી પેનલ આગળ છે. ભાજપ અને આમ આદમી વચ્ચે 10 થી 12 હજારના મહત્વનો તફાવત છઠ્ઠા રાઉન્ડના અંતે જોવા મળી રહ્યો છે.
– વોર્ડ નંબર 29 અલથાણ બમરોલી વડોદરામાં પહેલા કોંગ્રેસની આખી પેનલ આગળ હતી. પરંતુ છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપની આખી પેનલ એક હજાર મતથી આગળ ચાલી રહી છે.
– મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે મતભેદ આવ્યા હતા. જેને કારણે કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. આમ આદમી પાર્ટીનો સારો દેખાવ જોવા મળી રહ્યો છે.
– અમરોલી, મોટા વરાછામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. બીજા રાઉન્ડના અંતે ભાજપની આખી પેનલ આગળ છે. પાટીદારોની બહુમતીવાળા વિસ્તારમાં જ કાપોદ્રામાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભાજપના ઉમેદવાર કરતાં આગળ છે.
– જ્યારે વોર્ડ નંબર 16 પણ પાટીદાર બહુમતીવાળા વિસ્તાર છે. જેમાં 14 રાઉન્ડમાંથી 5 રાઉન્ડની મત ગણતરી થઇ છે. જેમાં ભાજપની આખી પેનલ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 8 ડભોલી, સિંગણપોર વિસ્તારમાં ભાજપના બે અને આમ જનતા પાર્ટીના બે ઉમેદવાર આગળ છે.
– વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીમાં પાંચમા રાઉન્ડમાં ભાજપ ફરી આગળ નીકળી ગયું છે. પાટીદાર બહુમતી વિસ્તારવાળા વોર્ડ નંબર 16 માં ત્રીજા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ત્રીજા રાઉન્ડના અંતે આ વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ છે જ્યારે કોંગ્રેસ ઘણી પાછળ જોવા મળી રહી છે.
– સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ કતારગામમાં ચોથા રાઉન્ડ ભાજપની આખી પેનલ આગળ છે. ચાર રાઉન્ડમાં બીજા નંબર આપ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોરમાં આમ આદમી પાર્ટીની પેનલ પહેલા નંબરે અને ભાજપ બીજા નંબરે છે.
– સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતની ગણતરીમાં ભાજપ ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 13 વાડી ફળિયા, નવાપુરા, બેગમપુરા, સલાબતપુરામાં પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવારો આગળ છે.
– વોર્ડ નંબર 14માં ઉમરવાડા માતાવાડી પોસ્ટર બેનર ગણતરી શરૂ થઇ છે. વોર્ડ નંબર 21 માં ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવાર પહેલા રાઉન્ડમાં આગળ છે.
– સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 29માં ત્રણ બેઠક પર ભાજપને એક બેઠક પર કોંગ્રેસ આગળ છે.
– મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ કતારગામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવેલ છે. જ્યારે બીજા નંબર પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત મળ્યા છે.
– મહાનગરપાલિકાના વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તરમાં ભાજપના ઉમેદવાર અન્ય ઉમેદવારો કરતાં આગળ છે. જ્યારે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે. પહેલા રાઉન્ડના અંતે આ પરિણામ છે.