આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. પાંડેસરામાં 12 વર્ષીય કિશોરીને ઝાડા ઉલ્ટી થતા પરિવારજનો તેણીને સમયસર યોગ્ય સારવાર માટે ડૉકટરો પાસે લઇ જવાને બદલે ભુવા -ભગત પાસે લઇ ગયા હતા બાદ તેની તબિયત વધુ ખરાબ થતા મોતને ભેટી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ ક્રિષ્ણા નગરમાં રહેતી 12 વર્ષીય સોનલ ઉફે સોનાલી ધર્મેન્દ્ર ઠાકુર છેલ્લા ઘણા સમયથી સબંધી સાથે રહેતી હતી જયારે શુક્રવારે રાત્રે સોનલને ઘરે ઝાડા ઉલ્ટી થવા લાગ્યા હતા. તેને સબંધીઓ સારવાર માટે કોઈ સારા ડોકટર પાસે લઇ જવાને બદલે નજીકમાં કોઈ ભગત – ભુવા પાસે લઇ ગયા હતા ત્યારથી તેને તેઓ ઘરે લઇ આવ્યા હતા.
બાદમાં થોડા સમય પછી કિશોરીની તબિયત વધારે લથડી હતી. જેથી તેના સબંધી 108 એમ્બ્યુલેન્સમા નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ અંગે તેમના સંબંધી એ જણાવ્યું હતું.નોંધનીય છે કે સોનલના માતા – પિતા વતન બિહાર ખાતે રહે છે. તેનો એક ભાઈ છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.