ઈન્ડિયન પ્રમીયર લીંગ 2021માં રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથને હવે દિલ્લી કેપીટલ્સની ટીમે ખરીદી લીધો છે. સ્ટીવ સ્મિથ માટે આર.સી.બીની ટીમે પણ બોલી લગાવી હતી. તેના માટે પહેલી બોલી બેંગ્લોરની ટીમે લગાવી હતી. ત્યાર બાદ દિલ્લી કેપીટલ્સની ટીમે તેને 2.20 કરોડમાં ખરીદી લીધો છે.
મહત્વનું છે કે, રાજસ્થાનની ટીમે આઇ.પી.એલ 2020 બાદ રીલીઝ કરી દીધો હતો. સ્મિથનું આઇ.પી.એલ નું કરિયર શાનદાર રહ્યું છે. તેણે 95 મેચોમાં 35.34ની એવરેજ થી 2333 રન બનાવ્યા છે. તેણે બેટીંગ દરમિયાન 1 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 130 જેટલી છે.
ગત વર્ષે ફ્લોપ રહ્યો હતો સ્ટિવ સ્મિથ
મહત્વનું છે કે આઇપીએલ 2020માં સ્ટીવ સ્મિથનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 14 મેચોમાં માત્ર 25.91 ની એવરેજ થી 311 રન જ બનાવ્યા હતા. સ્મિથની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલ પર છેલ્લા સ્થાન પર રહી હતી.
સ્ટિવ સ્મિથની ભૂમીકા શુ રહેશે
દિલ્લી કેપીટલ્સની ટીમ યુવા ખેલાડીઓથી સંપન્ન છે તેમાં સ્ટિવ સ્મિથનો સમાવેશ થવાથી ટીમમાં અનુભવ વધશે. મહત્વનું છે કે, દિલ્લી કેપીટલ્સની ઓપનિંગ જોડી ગત વર્ષે ફ્લોપ સાબિત થઇ હતી. પૃથ્વી શૉનું ખરાબ પ્રદર્શન ટીમે ભારે પડ્યું હતું. એવામાં દિલ્લીની ટીમે સ્મિથને ખરીદ્યો છે જે ઓપનિંગથી લઇને મીડલ ઓર્ડરમાં બેટીંગ કરવામાં સક્ષમ છે. જો રહાણે અને શિખર ધવન ઓપનિંગ કરતા જોવા મળે તો સ્મિથ મીડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે. કોચ રીકી પોન્ટીંગ અને સ્મિથ બંન્ને ભેગા મળીને દિલ્લીની ટીમને આઇ.પી.એલમાં ચેમ્પીયન બનાવી શકે છે. સ્મિથ આ પહેલા રાજસ્થાન રોયલ્સ, પુણે સુપર જાયન્ટ અને પુણે વોરીયર માટે રમી ચૂક્યો છે.