કોરોના વાયરસમાં યૂકે વેરિયન્ટ બાદ હવે દક્ષિણ આફ્રિકન અને બ્રાઝીલ વેરિયન્ટનો ખૌફ સામે આવ્યો છે. ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં SAS-CoV-2ના બ્રાઝીલ વેરિયન્ટની શોધ થઈ છે. વેક્સિનના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે પ્રયોગ ચાલી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે, દક્ષિણ આફ્રિકન અને બ્રાઝીલિયન વેરિએન્ટ યૂકેના વેરિયન્ટથી અલગ છે.
ઇન્ડિયન સેન્ટર ફૉર મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી અહીં પાછા ફરનારા 4 લોકોમાં દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. તમામ મુસાફરો અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રાઝીલયન વેરિયન્ટથી પણ જોડાયેલો એક કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, યૂકે વેરિયન્ટના અત્યાર સુધી દેશમાં 187 કેસ છે. તમામ પોઝિટિવ કેસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આપણી પાસે ઉપલબ્ધ વેક્સિનમાં વાયરસના યૂકે વેરિયન્ટને પણ નિષ્ક્રિય કરવાની ક્ષમતા છે. ICMR-NIV પુણેમાં વાયરસ સ્ટ્રેનને સફળતાપૂર્વક આઇસોલેટ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, અમે યૂકેથી આવનારા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય કર્યું છે, જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમનો જીનોમ સિક્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. આ એક સારી રણનીતિ છે. મને આશા છે કે અમે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલથી ફ્લાઇટ માટે આ પ્રકારની રણનીતિનું પાલન કરી શકીએ છીએ.
તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલથી ભારત આવનારી ફ્લાઇટ્સ ખાડી દેશોથી થઈને જાય છે, ભારત માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. ઉડ્ડયન મંત્રાલય સંપૂર્ણ મામલાને જોઇ રહ્યું છે. ICMRના મહાનિર્દેશક ડૉક્ટર ભાર્ગવે એ પણ કહ્યું કે, “આઈસીએમઆર-એનઆઈવી SAS-CoV-2ના દક્ષિણ આફ્રિકન વેરિયન્ટને આઇસોલેટ કરવા અને સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યારે SAS-CoV-2ના બ્રાઝીલિયન વેરિયન્ટને આઈસીએમઆર-એનઆઈવી-પુણેએ આઇસોલેટ કરી લીધા છે.”