સૌરવ ગાંગુલીને દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. દાદા એક રીતે તેમના નામનો પર્યાય છે. બંગાળીમાં દાદાનો અર્થ થાય છે મોટો ભાઈ. તેના પરથી એક અંદાજ લગાવી શકાય છે કે દેશમાં અને ખાસ કરીને બંગાળમાં સૌરવ ગાગુલેને કેટલો પસંદ કરવામાં આવે છે. બંગાળમાં ચૂંટણી પહેલા અને 7 માર્ચે PM મોદીની રેલી દરમિયાન ગાંગુલી ભાજપમાં સામેલ થઈ શકે છે.
BJP સૌરવ ગાંગુલીની સાથે જ બંગાળમાં ખૂબ જ જાણીતા લોકપ્રિય એક્ટર પ્રેસનજીત અને મિથુન ચક્રવર્તીને પણ પાર્ટીમાં લાવવાની કોશિશમાં સફળ થતી દેખાઈ રહી છે. તેઓ પણ PMની રેલી દરમિયાન જ BJPમાં સામેલ થઈ શકે છે. એટલે કે આ ત્રણ નામ BJPમાં જોડાઈ શકે છે. બંગાળનો હાલનો રાજકીય સીન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. કારણ કે ત્રણેયનું બંગાળમાં ખૂબ જ મોટું ફેન ફોલોઈંગ છે.
એટલે જ બંગાળમાં ભાજપ માટે ગાંગુલી જરૂરી
BJP માટે સૌરવ ગાંગુલી એટલે પણ જરૂરી છે કારણ કે તે પછી બંગાળમાં હાલ કોઈ એવો ખૂબ લોકપ્રિય ચેહેરો નથી. જેના દમ પર વોટ મેળવી શકાય. CM બનવાની રેસમાં સૌથી આગળ દિલીપી ઘોષ છે, જોકે તેની પોપ્યુલારિટી આ સેલેબ્સ જેવી નથી.
ગાંગુલી છે 1996થી બંગાળમાં આઈકોન
ગાંગુલીને વર્ષ 1996થી બંગાળમાં આઈકોન તરીકે જોવામાં આવી રહ્યાં છે. તેમણે પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. વર્ષ 2000માં ભારતીય ટીમના કેપ્ટન બન્યા પછી તેમની પોપ્યુલારિટી વધારવામાં આવી છે. વર્ષ 2000માં ભારતીય ટીમના કેપ્ટન બન્યા પછી તેમની પોપ્યુલારિટી વધારવામાં આવી છે. 2003માં ભારતીય ટીમ વિશ્વકપના ફાઈનલ સુધી ગયા પછી સૌરવ બંગાળના જ નહિ દેશના પણ લાડલા બની ગયા છે. ગાંગુલી, ખાસ કરીને યુવાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. IPLમાં KKR તરફથી રમતા પણ તેમણે આ પોપ્યુલારિટી યથાવત રાખી છે. ફરી ઓક્ટોબર 2019માં BCCIના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે તેમને બંગાળી ગૌરવ તરીકે જોવામાં આવ્યા.
BJP સાથે તેમની નજીકતા હોવાના ઘણા સંકેત મળી રહ્યાં છે. જેમ કે નેતાજી સુભાષ બોઝની 125મી જયંતી પર થયેલા કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જેની અધ્યક્ષતા પોતે PM મોદીએ કરી હતી. તે પછી બંગાળમાં BJPની થિન્ક ટેન્ક માનવામાં આવનાર અર્નિબાન ગાંગુલી અને ભાજપની કોર કમિટીની સાથે પણ ગાંગુલીનો ફોટો પ્રકાશમાં આવ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં રાજ્યપાલ જગદીપ ધનખડે પણ સૌરવ સાથે મુલાકાત કરી હતી. તાજેતરમાં જ જ્યારે તે હોસ્પિટલમાં એડમિટ થયા હતા તો ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ ફોન કરીને તેમની તબિયત પુછી અને બંગાળના ભાજપના નેતા તેમને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
મમતા બેનર્જી બીજેપીને સતત બહારી હોવાનું કહી રહી છે. કહી રહી છે કે ગુજરાત કે દિલ્હીમાંથી કોઈ બંગાળને ચલાવશે નહિ. એવામાં ગાંગુલી આવવા પર એક બંગાળી આઈકોન મળી જશે. બહારીનો મુદ્દો ખત્મ થઈ જશે. ગાંગુલીની પોપ્યુલારિટીનો પાર્ટીને સમગ્ર રાજ્યમાં ફાયદો થશે. રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના પ્રોફેસર અને ચૂંટણી વિશ્લેષક ડો. વિશ્વનાથ ચક્રવતી કહે છે કે ગાંગુલી BJPમાં સામેલ થાય છે તો પાર્ટીની જીત પાકી છે. ફરી BJP બસોથી વધુ સીટ લાવી શકે છે. કારણ કે સમગ્ર બંગાળી સમાજ અને સૌરવ માટે લોકોમાં ખૂબ જ પ્યાર અને સમ્માન છે.