બે દિવસ વેરાવળ સોમનાથ ને વરસાદ ધમરોળી રહ્યો છે ત્યારે ૨૪ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પડ્યો છે. આ ગામમાં ૨૫૦૦ ની વસ્તી છે લોકો આખી રાત જાગ્યા હતા. અને માણસ ડૂબી જાય એટલું આઠથી દસ ફૂટ પાણી હતું અને બાળકો સાથે ગામવાસીઓ આખી રાત ધાબે બેઠા હતા. અને બે દિવસથી જમ્યા નથી તમામ ઘરવખતી ઘરવખરી પલળી ગઈ હતી. અને વરસાદમાં તણાઈ ગઈ હતી. બે દિવસથી વેફર બિસ્કીટના પડીકા અને ફુટ પેકેટના આધારે ગામવાસીઓ જીવી રહ્યા છે.

આખી રાત પાંચ કલાક અગાસી પર બેઠા રહ્યા હતા. બાળકો સાથે ગોદડા ગાદલા કપડાં તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને અમુક વસ્તુઓ તણાઈ પણ ગઈ છે. ત્યારે હજુ પણ ગામમાં દોઢ થી બે ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પરંતુ ગઈકાલની રાત તો એ લોકો માટે મોત સમાન હતી.ગીર સોમનાથમાં જળ તાંડવથી વેરાવળનાં સોનારીયા ગામમાં તબાહી મચી હતી. જાેકે પરિવારજનોને સલામત સ્થળે ખસેડાતા જાનહાનિ ટળી હતી. ત્યારે મકાનને નુકશાન પણ પરિવાર બચ્યો હતો.આ બાબતે ગીર સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અસરગ્રસ્ત ગામમાં પહોંચ્યા હતા. ત્યારે વેરાવળ સોમનાથનાં ૨૦ થી વધુ ગામોમાં ભારે નુકશાન થયું છે.

વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હિરણ-૨ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેનાથી જળ હોનારત સર્જાઈ છે. તેમજ જ્યારે ડેમનાં દરવાજા ખોલાયા ત્યારે અધિકારીઓ હાજર પણ ન હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ ભારે જળ તાંડવમાં ભારે નુકશાન થયું છે. જે બાબતે આવતીકાલે ફરી મુખ્યમંત્રીને રજૂઆત કરીશ તેમ જણાવ્યું હતું.

Share.
Exit mobile version