દેશમાં ફરી એકવાર કોમી તોફાનોનો ક્રમ શરૂ થયો છે અને રામ નવમી ઉપર ગુજરાત, યુપી,મધ્યપ્રદેશ માં થયેલા તોફાનો બાદ હવે શ્રી હનુમાનજી જન્મોત્સવ ઉજવી રહેલા ભક્તો ઉપર પથ્થરમારો થવાની ઘટનાએ ચિંતા ઉભી કરી છે, દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ હિંસા ફાટી નીકળેલી હિંસા માં પોલીસ સહિત અનેક લોકો ઘાયલ થયા છે, કોમવાદી લોકો હવે પથ્થરમારો કરી વાતાવરણ બગાડી રહયા નું સામે આવી રહ્યું છે.
દિલ્હીના કુશલ સિનેમા પાસે સામસામે ભારે પથ્થરમારો થયો હતો અને ફાયરિંગ થયું હતું.
આ ઘટનામાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓએ પથ્થરમારો કર્યા બાદ દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.
કુશલ સિનેમા પાસે તોફાનીઓએ શાભાયાત્રા પર હુમલો કર્યો હતો. તોફાનીઓનું ટોળું યાત્રામાં સામેલ વાહનો પર ચઢી ગયું હતું અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી
તોફાનીઓના હુમલા બાદ શોભાયાત્રામાં સામેલ લોકો પોતાના વાહનો રસ્તા પર છોડીને જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા.ટોળા દ્વારા કરવામાં આવે ygલા પથ્થરમારામાં એક સબ ઈન્સ્પેક્ટર અને 5 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. કેટલાક નાગરિકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
આમ ફરી એકવાર અરાજકતા ફેલાવા માટે અમુક તત્વો સક્રિય થયા છે અને તેના કનેક્શન ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે.