રોજગારીની શોધમાં બનારસ થી સુરત આવેલા યુવકની એક મહિના અગાઉ સુરતના ચોક બજાર વિસ્તારમાં થયેલી હત્યા કેસમાં પોલીસે આરોપીની હરિયાણા ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.. આરોપી પોતાની પ્રેમિકા જાેડે ૈહજંટ્ઠખ્તટ્ઠિદ્બ ઉપર વાતચીત કરતો હતો. જેથી મૃતકે આરોપીની પ્રેમિકા જાેડે મિત્રતા કરાવવા દબાણ કરતો હતો. જેની અદાવત રાખી આરોપીએ ગત મહિનાની ૧૧મી જુનના રોજ તાપી નદીના પાળા પાસે યુવકની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. મૃતક અને આરોપી બંને એકસાથે રહેતા હતા.
સુરત શહેરમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. હત્યાના બનાવો પોલીસ માટે પડકાર જનક બાબત બનીને સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં બની હતી. જેમાં છેલ્લા એક મહિનાથી હત્યાના બ્લાઇન્ડ કેસને ઉકેલી કાઢવામાં ચોક બજાર પોલીસની ટીમને સફળતા મળી છે. ચોક બજાર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત મહિનાની ૧૧મી જૂન ના રોજ ભરીમાતા રોડ પર આવેલ તાપી નદીના પાળા પાસેથી અંજારિયા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે ઘટનામાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થી સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
શરૂઆતમાં પોલીસ માટે હત્યાનો આ ભેદ ઉકેલવો પડકારરૂપ હતો. પરંતુ પોલીસની જુદી જુદી ટીમો હત્યાના ગુના નો ભેદ ઉકેલ કાઢવા કામે લાગી હતી.
હ્યુમન સોર્સીસ અને સીસીટીવી ફૂટેજ ના આધારે આ ગુનાનો ભેદ ઉકેલ કાઢવામાં અંતે ચોક બજાર પોલીસને સફળતા મળી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે હરિયાણા ખાતેથી આરોપી પવન જાટની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક મોહમ્મદ ઝરદાર ઇસ્લામ અન્સારી મૂળ બનારસનો વતની છે. આઠ દિવસ અગાઉ તે પોતાના વતન બનારસ થી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો.
જ્યાં મોહમ્મદ જરદાર ઇસ્લામ અન્સારી તેના સંપર્કમાં આવ્યો હતો.સુરત આવી તે પોતાની સાથે રહેવા લાગ્યો હતો. પોતે જ્યારે પોતાની પ્રેમિકા જાેડે ૈહજંટ્ઠખ્તટ્ઠિદ્બ ઉપર વાતચીત કરતો હતો, ત્યારે મૃતક તેણે પોતાની પ્રેમિકા જાેડે મિત્રતા કરાવવા માટે અવારનવાર હેરાન પરેશાન કરી દબાણ કરતો હતો. જેની અદાવત રાખી ૧૧મી જૂનના રોજ તાપી નદીના પાળા ખાતે મોહમ્મદ જરદાર ઇસલામ અન્સારીની ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.