Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન પૂંછમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા
    India

    પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન પૂંછમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર સાથે આજે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન ફરી શરુ થયું હતું. જે ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

    ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલઓસીપારથી, આઈએસઆઈઅને આતંકવાદી સંગઠનોના નેતાઓએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની આસપાસ મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા અને આ તરફ પહોંચવાની સૂચના આપી છે. ૨૫ જૂનના રોજ ચકન દા બાગમાં પણ સુરક્ષા દળોએ આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.