PAN card fraud
પાન કાર્ડનો એક નવો સ્કેમ સામે આવ્યો છે, જેમાં સ્કેમર્સ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના કસ્ટમર્સને મેસેજના માધ્યમથી ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્કેમમાં, પાન કાર્ડની વિગતો ચોરી કરવા માટે ફિશિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પાન કાર્ડ આપણા માટે એક અગત્યનો દસ્તાવેજ છે, જે બેંક, ઓફિસ અને અનેક મહત્વના સરકારી કામોમાં ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, સ્કેમર્સ લોકોના પાન કાર્ડ ડીટેઈલ્સ મેળવીને તેમને છલ કર્યો કરવાનો પ્રયાસ કરે છે. આ નવો સ્કેમમાં, IPPB ના કસ્ટમર્સને આવા મેસેજીસ મળી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તેમની પાન કાર્ડની ડીટેઈલ્સ અપડેટ ન કરવામાં આવી હોય તો 24 કલાકની અંદર તેમના બેંક અકાઉન્ટ બ્લોક કરી દિઇશું. આ મેસેજમાં એક લિંક પણ છે, જેના પર ક્લિક કરવાથી ભારે નુકસાન થઈ શકે છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ IPPB સંદેશાઓને નકલી ગણાવ્યા છે અને કહ્યું છે કે ઇન્ડિયા પોસ્ટ ક્યારેય આવા સંદેશા મોકલતું નથી. PIB એ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે PAN વિગતો અપડેટ ન થવાને કારણે IPPB ખાતા બ્લોક થવાનો દાવો ખોટો છે અને આવા સંદેશાઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે.
સ્કેમર્સ તમારા પાસવર્ડ, બેંક વિગતો અથવા ક્રેડિટ કાર્ડ નંબર જેવી વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે ફિશિંગનો ઉપયોગ કરે છે. તેઓ નકલી ઇમેઇલ્સ, સંદેશાઓ અથવા લિંક્સ મોકલે છે જેનો દાવો છે કે તેઓ બેંકો અથવા શોપિંગ વેબસાઇટ્સમાંથી આવ્યા છે. જો તમે આ લિંક્સ પર ક્લિક કરો છો અથવા તમારી માહિતી શેર કરો છો, તો સ્કેમર્સ તમારો ડેટા ચોરી શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે.