ગુજરાતમાં સત્તર વર્ષની ની નરેન્દ્રભાઇ મોદી ની સતત ,અવિરત અને પરિણામલક્ષી રાજકીય ઇનિંગ થી હોવી જાણે ભાજપ ને ચૂંટણીઓ જીતવાની એક આદત થઈ ગઈ છે. ભાજપ માં એકચક્રી શાસન કરતા નરેન્દ્રભાઈ અને અમિત શાહે પક્ષ ને ૨૪ કલાક ૩૬૫ દિવસ ફક્ત ને ફક્ત ઇલેક્શન મોડ માં રાખી છે.જ્યારે ૧૦૦ થી વધુ વર્ષ જૂની કોંગ્રેસ પક્ષ ના બુથ દીઠ એક કાર્યકર નું ઠેકાણું નથી હોતું ત્યારે ભાજપ પેજ પ્રમુખો ની મિટિંગ માં આયોજન બદ્ધ કઈ રીતે વધુ ને વધુ માટે અંકે કરી શકાય તેની ચર્ચા કરતા હોય છે.
અને એમાં પણ રાજ્ય ના આર્થિક પાટનગર સુરત ની એક એક આર્થિક નાડ પારખ નાર ધન ના ઢગલા પર બેસી નરેન્દ્રભાઈ મોદી ને વિવિધ આયોજનો બતાવી મોદીની અગ્નિપરીક્ષા માં પાસ થનાર ભાઉ સી આર પાટીલ ને ગુજરાત પ્રદેશ ભાજપ નું શુકાન મળ્યા બાદ તો આ બધી ચૂંટણીમાં જીત મેળવવી ડાબા હાથનો ખેલ થઈ ગયો છે.
દિવાળી પછી વહીવટ શરૂ થયા પછી ખરો કસોટી નો સમય રૂપાણી અને સી આર માટે શરૂ થશે કારણ કે આજે ભાજપ ના. ધારાસભ્યો નું લિસ્ટ જુઓ તો કોંગી કલચર વાળા ઇ બહુમતી ની નજીક નજીક આવી ગયેલા લાગે છે. મંત્રી મન્ડલનું વિસ્તરણ, પ્રદેશ ભાજપ ના માળખા ન8 જાહેરાત, જિલ્લા ના પ્રમુખો ની જાહેરાત પછી જિલ્લા માળખા ની જાહેરાત, રાજ્ય ના મહાનગરો ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણી ની ટીકીટો માં ભાજપ ના પાયા ના કાર્યકરો,પક્ષ માં જોડાનાર નવયુવાનો, અને કોંગ્રેસ માંથી ધન,પદ અને વિવિધ કારણોસર ભાજપ માં જોડાનાર નેતાઓ, કાર્યકરો ને સર્વે ને સંતોષ આપવા નું કાર્ય ખુબજ ભગીરથ કાર્ય બનશે.
સંવેદનશીલ મુખ્યપ્રધાન માંથી આ ચૂંટણી પછી સિંઘમ મુખ્યમંત્રી બનનાર વિજય રૂપાણી અને પોતાના હાઈટેક કાર્યાલય અને હાઈટેક વહીવટ થી પક્ષ ને ગૌરવ અપાવનાર પરંતુ કોંગ્રેસ તરફ થી૧૦૦ થી વધુ કેસ હોવાના આરોપો સાથે વટ થી આખા રાજ્ય માં ફરતા સી આર કેટલી કુનેહ થી આ તોફાની વમળ ના મહાસાગરો ની વૈતરણી પાર પાડે છે તે જોવું આવનારા સમયમાં ખૂબ દિલચસ્પ રહેશે.