કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુમાં કહ્યું કે, ભારતમાં એવું ન થવું જોઈએ જ્યાં એક વિચાર બીજા વિચારો પર રાજ કરે. આપણે આવું ભારત જોતુ નથી, જ્યાં વિચારોનુ મહત્વ ન હોય. રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએમ મોદી આરએસએસ અને ભાજપના વિચારો સિવાય બધા પર હુમલો કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘પીએમ કહે છે કે ભારતની એક પરંપરા છે, એક ઈતિહાસ છે અને એક જ ભાષા છે. તેનો તે અર્થ છે કે તમિલ ભાષા, તમિલનો ઈતિહાસ અને તમિલની પરંપરાઓ ભારતની નથી. આપણે આવા ભારતની જરૂર નથી, જ્યાં બીજાની વાતો અને બીજાના વિચારોને સ્થાન ન હોય.’
રાહુલ ગાંધીએ તમિલનાડુના થૂઠુકુદીમાં એક કોલેજમાં સવાલનો જવાબ આપતા કેન્દ્ર સરકાર પર મોંઘવારી મુદ્દે હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યુ કે, સવાલ તે છે કે પીએમનું કામ છે કે નહીં. સવાલ છે કે કામ કોના માટે છે. પીએમ માત્ર બે લોકો માટે કામ કરે છે. ‘અમે બે અમારા બે’ હેઠળ તેની આવક વધારી રહ્યાં છે, ગરીબોની નહીં.