૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. તેઓ ઐતિહાસિક સ્મારકના કિનારેથી રાષ્ટ્રને સંબોધિત કરશે. ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ સમારોહ આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર પૂર્ણ થશે. પ્રધાનમંત્રીએ આની શરૂઆત ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં આવેલા સાબરમતી આશ્રમથી કરી હતી. તો હવે ફરી એક વાર તેએ દેશને ‘અમૃત કાલ’ની યાદ અપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જાેકે, આ વખતે જ્યારે પ્રધાનમંત્રી ત્રિરંગો ફરકાવશે ત્યારે ૨ મહિલા તેમની સાથે પડછાયાની જેમ ચાલશે. આ બંને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં પ્રધાનમંત્રીને મદદ કરશે. આ બંને મહિલાઓનું નામ મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર છે. તેઓ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં પ્રધાનમંત્રીને મદદ કરશે.આનાથી વિશિષ્ટ ૮,૭૧૧ ફિલ્ડ બેટરી (સેરેમોનિયલ)ના બહાદુર બંદૂકધારી ૨૧ તોપની સલામીની સાથે સિન્ક્રોનાઈઝ્‌ડ કરશે. લેફ્ટનન્ટ કર્નલ વિકાસકુમાર સેરેમોનિયલ બેટરીનું કમાન સંભાળશે. જ્યારે ગન પોઝિશન ઑફિસર નાયબ સુબેદાર અનૂપ સિંહ હશે. દેશભરમાંથી લગભગ ૧,૮૦૦ લોકોને લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે ઉજવણીનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારના ‘જનભાગીદારી’ અભિગમને અનુરૂપ આ પહેલ કરવામાં આવી છે.

આ વિશેષ અતિથિઓમાં ૬૬૦થી વધુ વાઇબ્રન્ટ ગામોના ૪૦૦થી વધુ સરપંચ, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે જાેડાયેલા ૨૫૦ લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ૫૦-૫૦ લોકો ભાગ લેશે. આ અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૫૦-૫૦ ખાદી કામદારો, સરહદી રસ્તાઓનું નિર્માણ, અમૃત સરોવર અને હર ઘર જલ યોજના સાથે જાેડાયેલા લોકો તેમ જ ૫૦-૫૦ પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સીઝ અને માછીમારો પણ આ વિશેષ અતિથિઓમાં સામેલ છે. આમાંના કેટલાક પ્રતિષ્ઠિત મહેમાનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાના છે અને દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટને મળવાના છે.

તમામ સત્તાવાર આમંત્રણો આમંત્રણ પોર્ટલ દ્વારા ઓનલાઈન મોકલવામાં આવ્યા છે. પોર્ટલ દ્વારા ૧૭,૦૦૦ ઇ-આમંત્રણ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જ્યારે લાલ કિલ્લા પર પહોંચશે. ત્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ગિરિધર અરામને પ્રધાનમત્રીનું સ્વાગત કરશે. સંરક્ષણ સચિવ જનરલ ઑફિસર કમાન્ડિંગ દિલ્હી એરિયા, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠનો પ્રધાનમંત્રી સાથે પરિચય કરાવશે. ત્યારબાદ જીઓસી ઁસ્ નરેન્દ્ર મોદીને સલામી બેઝ પર લઈ જશે. અહીં સંયુક્ત ઇન્ટર-સર્વિસ અને દિલ્હી પોલીસ ગાર્ડ પ્રધાનમંત્રીને સલામી આપશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાના કિલ્લા તરફ આગળ વધશે, જ્યાં તેમનું સ્વાગત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર અને એરફોર્સ ચીફ માર્શલ વીઆર ચૌધરી કરશે.

Share.
Exit mobile version