Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરી માથાભારે દંપતીને ઝડપ્યુ સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતી ઝડપાયા
    Gujarat

    પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરી માથાભારે દંપતીને ઝડપ્યુ સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતી ઝડપાયા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતીને ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરીને બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી આ દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. સુરતમાં ખટોદરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરી ઘરમાં ચોરી કરનાર આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલ ગાવ ખાતે રહે છે. બાતમીના આધારે પોલીસને એક ટીમ બિહાર ગઈ હતી. જ્યાં તપાસ કરતા આરોપીઓ પહાડ ઉપર રહેતા હોય અને પોલીસ તરીકે તપાસ કરે તો આરોપીઓ પહાડી પાછળથી ભાગી જવાની સંભાવના હતી.

    જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બે દિવસ રેકી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.ખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છેખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.