પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સેનાએ કરેલી એરસ્ટ્રાઈકમાં લગભગ 30 અફઘાની નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો છે જોકે,મોત થયા કે ઇજાગ્રસ્ત બન્યા તે અંગે હજુસુધી સત્તાવાર ખુલાસો થયો નથી.
વિગતો મુજબ અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વી કુનાર અને ખસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ કરેલા હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની વિમાનોએ કુનારમાં શિલ્ટન વિસ્તારમાં અને ખોસ્તના સ્પરાઈ જિલ્લાના એક વિસ્તાર ઉપર એર સ્ટ્રાઈક કરી હતી.
સુરક્ષા વિભાગે ઘટનાની પુષ્ટિ કરી છે પણ સ્થાનિક અધિકારીઓએ મૌન સેવ્યું છે અને આ મામલે કોઈ ટિપ્પણી સામે નથી, પણ ખોસ્ત સુરક્ષા વિભાગના એક પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પાકિસ્તાની એર સ્ટાઈકમાં સ્થાનિકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.