Operation Sindoor પર આનંદ મહિન્દ્રાની પોસ્ટ વાયરલ, પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરી

Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારતના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ X પર ભારતીય સેનાની પ્રશંસા કરતી એક પોસ્ટ લખી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ ૧૫ લાખથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે ૧ લાખ ૩૦ હજાર લોકોએ તેને લાઈક કરી છે.

Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ પછી દેશમાં ઉજવણીનો માહોલ છે કારણ કે ભારતે આખરે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો છે. આતંકવાદી હુમલાના બરાબર 15 દિવસ પછી, ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં પ્રવેશ કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો અને 100 થી વધુ આતંકવાદીઓને નર્કમાં મોકલી દીધા. ભારતની આ કાર્યવાહી એ નિર્દોષ પ્રવાસીઓનો બદલો છે જેમને 22 એપ્રિલે પહેલગામમાં પાકિસ્તાનના કાયર આતંકવાદીઓ દ્વારા તેમનો ધર્મ પૂછીને નિર્દયતાથી માર્યા ગયા હતા.

ભારતની આ જબરદસ્ત કાર્યવાહીથી આખા દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ભારતીય સેના માટે પ્રશંસાના પંક્તિઓ લખતાં ‘ઓપરેશન સિંદૂર’ની એક તસવીર શેર કરીને પોતાના દિલની વાત રજૂ કરી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક્સ (પૂર્વે Twitter) પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી તસવીર શેર કરીને લખ્યું:
“અમારી પ્રાર્થનાઓ ભારતીય સેનાની સાથે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે સૌ એકસાથે ઊભા છીએ.”

તેમની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને કોમેન્ટ સેકશન ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ જેવા દેશભક્તિના નારાથી ગૂંજી ઊઠ્યું.

ખબર લખાય ત્યારે આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને 15 લાખથી વધુ વખત જોવામાં આવી હતી, જ્યારે 1 લાખ 30 હજારથી વધુ લોકો એ લાઈક કરી હતી. સાથે જ, 1000થી વધુ ટિપ્પણીઓ પણ આવી હતી. પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ભારતીય હવાઈ હુમલાના પગલે યૂઝર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો।

એક યૂઝરે લખ્યું: “હજી તો રમત શરૂ થઈ છે… અમારા સશસ્ત્ર દળોને શક્તિ અને સાહસ મળે એવી શુભેચ્છા.”
બીજા યૂઝરે કહ્યું: “અમારી બહેનોના માથેથી સિંદૂર ઊજાડીને કહ્યું હતું કે મોદીને કહી દેજો… હવે મોદીજીએ #OperationSindoorથી તેમનો સાચો જવાબ આપી દીધો છે.”
અન્ય એક યૂઝરે કોમેન્ટ કર્યું: “અમારી સેના હંમેશા સચોટ નિશાનાં લગાવે છે – ગર્વ છે ભારતીય આર્મી પર!”

Share.
Exit mobile version