કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન સંલગ્ન ટૂલકિટ (Toolkit) શેર કરવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. દિલ્હી પોલીસ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ બાદ બે અન્ય સંદિગ્ધોની શોધમાં છે. જેમના વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે.
ટૂલકિટ મામલે દિલ્હી પોલીસની ટીમ શાન્તનુ અને નિકિતા જેકબને શોધી રહી છે. આ માટે પોલીસે મુંબઈ અને કેટલીક અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. પોલીસે આ બંને વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ પણ બહાર પાડ્યું છે.
નિકિતા જેકબ વ્યવસાયે વકીલ છે અને અગાઉ પણ પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ ઉઠાવતી રહી છે. 4 દિવસ પહેલા સ્પેશિયલ સેલની ટીમ નિકિતા જેકબના ઘરે ગઈ હતી અને ત્યાં તેના ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની તપાસ કરી હતી. તે વખતે સાંજ પડી ગઈ. આથી નિકિતાની વધુ પૂછપરછ થઈ શકી નહી. ટીમે કહ્યું કે તેઓ કાલે ફરીથી આવશે. પરંતુ જ્યારે બીજા દિવસે સ્પેશિયલ સેલની ટીમ નિકિતાના ત્યાં પહોંચી તો તે ગાયબ થઈ ગઈ.
રિપબ્લિક ડે અગાઉ એક ઝૂમ બેઠક થઈ હતી. જેમાં એમઓ ધાલીવાલ, નિકિતા અને દિશા ઉપરાંત અન્ય લોકો સામેલ થયા હતા. એમઓ ધાલીવાલ આ મુદ્દાનો મોટો બનાવવા માંગતો હતો અને તેનો હેતુ હતો કે ખેડૂતો વચ્ચે અસંતોષ અને ખોટી જાણકારી ફેલાવવામાં આવે. એટલે સુધી કે એક ખેડૂતના મોતને પણ પોલીસની ગોળીથી થયેલું મોત ગણાવ્યું. જે હકીકતમાં ટ્રેક્ટર સ્ટંટના કારણે થયું હતું. 26 જાન્યુઆરીની હિંસા બાદ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી અને એક્ટિવિસ્ટનો સંપર્ક કરાયો. દિશા રવિ પહેલેથી જ ગ્રેટા થનબર્ગને જાણતી હતી. આથી તેની મદદ લેવામાં આવી.