કેન્દ્ર સરકારે OTT, ન્યૂઝ પોર્ટલ, અને સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આ ગાઈડલાઈન્સ અંગે જાણકારી આપી. નવી ગાઈડલાઈન્સના દાયરામાં ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ આવશે. જાવડેકરે પહેલા પણ કહ્યું હતું કે આ અંગે દિશાનિર્દેશ તૈયાર થઈ ચૂક્યા છે અને બહુ જલદી તેને લાગુ કરવામાં આવશે.
પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઝનો ભારતમાં કારોબાર માટે સ્વાગત છે. જેના અમે વખાણ કરીએ છીએ. વેપાર કરો અને પૈસા કમાઓ. તેમણે કહ્યું કે સરકાર અસહમતિના અધિકારનું સન્માન કરે છે પરંતુ એ ખુબ જરૂરી છે કે યૂઝર્સને સોશિયલ મીડિયાના દુરઉપયોગને લઈને સવાલ ઉઠાવવા માટે ફોરમ આપવામાં આવે. પ્રસાદે કહ્યું કે અમારી પાસે અનેક એવી ફરિયાદો આવી કે સોશિયલ મીડિયામાં મોર્ફર્ડ તસવીરો શેર કરવામાં આવી રહી છે. આતંકી ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરઉપયોગનો મુદ્દો સિવિલ સોસાયટીથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ફેક ન્યૂઝની તો એવી હાલત છે કે અનેક ન્યૂઝ ચેનલે ફેક્ટ ચેક સેલ બનાવવો પડશે.
સોશિયલ મીડિયા માટે નવા નિયમ
1. નવી ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ મીડિયાએ એક ફરિયાદ સેલ બનાવવો પડશે.
2. કોઈ પણ કન્ટેન્ટ હટાવતા પહેલા કારણ બતાવવું હશે
3. ફરિયાદ કરવા પર આપત્તિજનક પોસ્ટને 24 કલાકમાં હટાવવી પડશે.
4. દર મહિને ફરિયાદ પર કાર્યવાહીની જાણકારી આપવી પડશે.
5. સોશિયલ મીડિયાના આ નિયમો ત્રણ મહિનામાં અંદર લાગુ થશે.
6. ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. જે નિયમોના કમ્પ્લાયન્સને લઈને જવાબદાર રહેશે.
7. એક નોડલ કોન્ટેક્સ પર્સનની પણ નિયુક્તિ કરવાની રહેશે, જે 24X7 લો ઈનફોર્સમેન્ટ એજન્સીઓ સાથે તાલમેલ બેસાડી રાખશે.
8. નિયુક્ત કરાયેલા બંને અધિકારી ભારતમાં રહેતા હોવા જોઈએ.
9. રેસિડેન્ટ ગ્રીફાન્સ અધિકારીની પણ નિયુક્તિ કરવાની રહેશે.
10. સૌથી પહેલા પોસ્ટ નાખનારાની જાણકારી આપવી પડશે.