નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ફરમાવી છે.આરોપીએ પોતાની સગી સગીર વયની દિકરીના બળાત્કારના ગુનામાં કોર્ટે સજા ફટકારી છે.
મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામમાં રહેતા વિનોદભાઇ ઉર્ફે ડગરી ચંદુભાઇ ચૌહાણ અમદાવાદ ખાતે વર્ષ-૨૦૦૯ ની સાલમાં બે લઠ્ઠાકાંડના કેસોમાં સંડોવણી બહાર આવી હતી.
જે અનુસંધાને આરોપી વિનોદભાઇ ચૌહાણ જે તે સમયે સાબરમતી જેલમાં હતો.તે સમયે પેરોલ પર ઘરે આવતો ત્યારે પોતાની સગીર વયની દિકરી પર અવાર નવાર મરજી વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.વળી આરોપી વિનોદભાઇએ ગત તા.૨૦-૯-૨૦૨૦ પહેલા અઢી વર્ષના સમયગાળા દરમ્યાન અવાર નવાર ધમકાવતો હતો. સગીર વયની દિકરીને ભૂવાની બાધાનુ બહાનુ બતાવી તેમજ સગીરાની માતાને પણ ધાક ધમકી આપતો હતો.શરીર સંબંધ બાબત કોઇને વાત નહી કરવા સગીરવયની દિકરીની માતા પર દબાણ કરી શરીર સંબંધ બાંધી ધમકીઓ આપતો હતો.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ આ કેસ નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વિ ઠાકુરે ફરિયાદ પક્ષે કુલ સાત સાહેદો ૪૪ જેટલા દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા.કોર્ટમાં આરોપી વિરુધ્ધ ઉગ્ર દલીલો કરી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી વિનોદભાઇ ઉર્ફે ડગરી ચંદુભાઇ ચૌહાણને ગુનેગાર ઠેરવ્યો હતો.
નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી વિનોદભાઇ ચૌહાણને ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(એફ)(એન) ના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(એફ)(એન) ના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂા.૧,૦૦૦ નો દંડ,દંડ ન ભરે તો વધુ ૧૦ દિવસની સાદી કેદની સજા અને સરકાર દ્વારા ભોગબનનારન રૂા.૨,૦૦,૦૦૦ વળતર તથા આરોપીએ ભોગબનનારને રૂા.૨,૦૦,૦૦૦ નુ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.