પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી અમદાવાદના વટવામાં એક પરિણીતાએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૈં ખુશ હૂં સુકૂન સે જાના ચાહતી હૂ”
‘પરિણીતાએ જે વીડિયો બનાવ્યો હતો એમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ…ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે?
”મૈં ખુશ હૂ કી મેં અલ્લાહ સે મિલૂંગી”
અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’
લગ્ન બાદ આઇશાને તેનાં સાસરિયાંઓ દહેજ બાબતે ત્રાસ આપતા
વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.