કોંગ્રેસે આજે આમ આદમી પાર્ટીને દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરતા ૧૮ જુલાઈે બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની એકતા બેઠકમાં સામેલ થવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ તેની જાણકારી આપી છે. રાઘવ ચડ્ઢાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, કોંગ્રેસે અધ્યાદેશ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં ભાગ લેવાનો ર્નિણય કર્યો છે.
કોંગ્રેસે દિલ્હી અધ્યાદેશ વિરુદ્ધ આમ આદમી પાર્ટીને સમર્થન કરવાનો ર્નિણય કર્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ ઁછઝ્રની બેઠક બાદ મોટો ર્નિણય કર્યો. પાર્ટીએ ૧૭-૧૮ જુલાઈએ યોજાનારી વિપક્ષી બેઠકમાં સામેલ થવા પર પોતાની મંજૂરી આપી છે. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચડ્ઢાએ જણાવ્યું કે ઁછઝ્ર બેઠકમાં દરેક પાસાં પર ચર્ચા થઈ છે. દિલ્હી અધ્યાદેશ રાષ્ટ્ર વિરોધી છે. અરવિંદ કેજરીવાલે આ અધ્યાદેશ વિરુદ્ધ તમામ રાજકીય પાર્ટીઓએ સહયોગ માંગ્યો અને તેના પર અમારો સહયોગ કર્યો, કોંગ્રેસ પાર્ટીએ પણ આ અધ્યાદેશ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. ૧૭-૧૮ જુલાઈએ બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષની બેઠકમાં આમ આદમી પાર્ટી ભાગ લેશે. આમ આદમી પાર્ટી તરફથી તેના સંયોજક અરવિંદ કેજરીવાલ બેઠકમાં સામેલ થશે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠક પટનામાં યોજાયેલી બેઠકની સિક્વલ છે, અમે ૨૦૨૪ની ચૂંટણી માટે આગળ વધીશું. વટહુકમ મુદ્દે તેમણે કહ્યું કે દિલ્હી સરકાર પર કેન્દ્રીય વટહુકમ અંગે કોંગ્રેસનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે, અમે તેનો વિરોધ કરીશું. આ પહેલા કોંગ્રેસની અંદરના ઘણા નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. શીલા દીક્ષિતના પુત્રો સંદીપ દીક્ષિત અને અજય માકન છછઁને સમર્થન આપવાની વિરુદ્ધ હતા.
કોંગ્રેસના મહાસચિવ-સંગઠન કેસી વેણુગોપાલ, જેઓ સંયુક્ત વિપક્ષની બેઠક પહેલા બેંગલુરુ પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે પટનામાં યોજાયેલી બેઠક ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક કરવા માટેની પ્રારંભિક બેઠક હતી. હવે બેંગલુરુમાં યોજાનારી બેઠક પટના સમિટની સિક્વલ છે. આ બેઠક દ્વારા અમે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ સાથે આગળ વધીશું.
