નવી દિલ્હી: વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે બે શાનદાર કેચ પકડ્યા હતા અને 2 ખેલાડીઓને સ્ટંપિંગ કર્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પંતના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પોતાની મેચ પૂર્ણ થતા કહ્યું કે એક જ ટેસ્ટ મેચમાં સારુ પ્રદર્શન કરતા તમે સારા વિકેટકીપર નથી બની જતા.
માઇક વૉને કહ્યું કે હું સાચુ કહીશ કે ટીમ ઇન્ડિયા સૌથી મોટો પોઝીટીવ પોઇન્ટ પંતની વિકેટકીપીંગ હતી. મને લાગે છે કે આ ટીમ ઇન્ડિયા માટે મોટો સવાલ બનશે કે શું તે લાબા સમય સુધી બેસ્ટ બની રહેશે કે નહી. વિકેટકીપર તરીકે તમે કેચ છોડો તો તમે બેસ્ટ નથી બેસ્ટ બનવા માટે કેચ પકડવા જરૂરી છે અને સ્ટંપીંગ કરવી પણ જરૂરી છે.
મહત્વનું છે કે ઓસ્ટ્રેલીયા ટૂર સમયે પંતની વિકેટકીપીંગને લઇને સવાલ ઉભા થયા હતા. તેણે અનેક કેચ છોડ્યા હતા અને અનેક વાર બોલ પકડવામાં પણ અસક્ષમ રહ્યો હતો. પરંતુ ચેન્નાઇ ટેસ્ટમાં તેણે સારુ પ્રદર્શન કર્યું હતું જેથી સુનીલ ગાવસ્કર સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓએ તેના વખાણ કર્યા હતા.
અત્યાર સુધી 71 કેચ અને 5 સ્ટંપીંગ પંતના નામે
23 વર્ષના પંતનો ટેસ્ટ રેકોર્ડ જોઇએ તો તેણે અત્યાર સુધી 18 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 71 કેચ ઝડપ્યા છે અને સાથે જ 5 સ્ટંપીંગ પણ કર્યા છે. સાથે જ તેણે બેટીંગ પણ સારી કરી છે. માટે જ રીદ્ધિમાન શાહની જગ્યાએ પંતને સ્થાન મળી રહ્યું છે. પંતે ટેસ્ટમાં 45ની એવરેજથી 1256 રન કર્યા છે. જેમાં 2 સદી અને 6 ફિફ્ટીનો સમાવેશ થાય છે. જેમાં તેની સૌથી મોટી 159 રનની સૌથી મોટી ઈનિંગનો સમાવેશ થાય છે. વન-ડેની વાત કરીએ તો પંતે 16 મેચમાં 8 કેચ અને 1 સ્ટંપીંગ કરી છે. તેણે 27ની એવરેજ સાથે 374 રન બનાવ્યા છે. જેમાં તે માત્ર એક જ ફીફ્ટી મારવામાં સફળ રહ્યો છે. ટી-20માં પંત અત્યાર સુધી 28 મેચ રમ્યો છે જેમાં 7 કેચ અને 4 સ્ટંપીંગ તથા 21ની એવરેજથી 410 રન કર્યા છે જેમાં 2 ફીફ્ટીનો સમાવેશ થાય છે.