મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4,787 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા 5 ડિસેમ્બર બાદ સૌથી મોટો આંક છે. ત્યારે 4,922 કેસ નોંધાયા હતા. રાજયમાં છેલ્લા 6 દિવસથી 3000થી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. આ પહેલા 21 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો એક વખત પણ 3000ને પાર પહોંચ્યો નથી.
દેશમાં બુધવારે કુલ 12,511 નવા કેસ નોંધાયા હતા, 11,847 લોકો સાજા થયા અને 90 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાના 1.09 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 1.06 કરોડ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. 1.56 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1.34 લાખ દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 4787 કેસ નોંધાયા હતા. 3853 દર્દીઓ સાજા થયા અને 40 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 20 લાખ 76 હજાર 93 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 19 લાખ 85 હજાર 261 લોકો સાજા થઈ ચૂક્યા છે. 51 હજાર 631 લોકો મૃત્યુ પામ્યા છે. 38 હજાર 13 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
કેરળમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં બુધવારે 4892 નવા કેસ સામે આવ્યા હતા. 4832 દર્દીઓ સજા થયા અને 16 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં અત્યાર સુધીમાં 10 લાખ 16 હજાર 849 લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાંથી 9 લાખ 51 હજાર 742 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 4033 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 60604 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશમાં 251 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 243 દર્દીઓ સાજા થયા ને એક દર્દીનુ મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં 2 લાખ 58 હજાર 333 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2 લાખ 628 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3842 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1863 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોનાના નવા 278 કેસ નોંધાયા હતા. 273 લોકો સજા થયા અને એકનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં 2 લાખ 66 હકાર 34 લોકો સાજા થઈ ચૂક્યા છે. જેમાં 2 લાખ 59 હજાર 928 લોકો સજા થઈ ચૂક્યા છે, જ્યારે 4043 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1703 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
રાજસ્થાનમાં કોરોનાના 101 કેસ નોંધાયા હતા. 108 લોકો સજા થયા. અત્યાર સુધીમાં 3 લાખ 166 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂકી છે. જેમાં 3 લાખ 15 હજાર 135 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1249 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.
દિલ્હીમાં 134 નવા કેસ સામે આવ્યા હતા અને 75 સાજા થયા. અહીં અત્યાર સુધીમાં 6 લાખ 37 હજાર 315 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 6 લાખ 25 હજાર 343 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 894 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1078 દર્દીઓની સારવાર ચાલી રહી છે.