અમદાવાદ કોર્ટમાં વકીલ તરીકેની કામગીરી કરતી મહિલા વકીલને ટાઇપિસ્ટે મેસેજ કર્યો કે તમારી પુત્રી સાથે મે લવ-મેરેજ કર્યો છે. તેને ક્યારે ઘરે મોકલો છો કહીને અવાર નવાર મેસેજ કરીને મહિલા વકીલને માનસિક ત્રાસ આપી રહ્યો છે.
આખરે કટાળીને મહિલા વકીલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બદનામ કરવાનું કૃત્ય આચર્યું, પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઇસનપુર ખાતે રહેતી મહિલા વકીલે કાંરજ પોલીસ સ્ટેશનમાં રાયપુર ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોધાવી છે કે મહિલા અગાઉ આ યુવક પાસે સાત વર્ષથી કોર્ટના પેપરો ટાઇપ કરાવતી હતી જેથી તેની સાથે સારો સબંધ હતો.
આ યુવકે છેલ્લા બે મહિનાથી મહિલા વકીલને અવાર નવાર ફોન કરતો હતો અને ફોન પર મેસેજ કરતો હતો કે તમારી દિકરી સાથે લવ-મેરેજ કર્યો છે, જેના પુરાવા મારી પાસે છે, એટલે ફોન કરુ છુ, પૂછી લેજો તેવા ઘણા મેસેજ કરતો હતો.
અન્ય મેસેજમાં સમાધાન કરીને મોકલી આપો મારા ઘરે તમે પૂછ્યું કે નહી મારી ઘરે મોકલી આપો મારી પાસે રકોડિંગ છે, મારી વાઇફને મારી ઘરે ક્યારે મોકલો છો કહીને આ મેટર કોર્ટંમાં બધાને ખબર છે, એટલું જ નહી મેસેજ બધાને
મોકલી આપવાની ધમકી આપીને મહિલા વકીલને માનસિક ત્રાસ આપતો હતા. આ ઘટના અંગે કારંજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.