રાહુલ ગાંધીએ પોતાના જૂના સહયોગી અને ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, જો કે કોંગ્રેસમાં હોત તો જરૂર મુખ્યમંત્રી બનત. તેમણે સિંધિયા દ્વારા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસ સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું.
સૂત્રો પ્રમાણે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, સિંધિયાની સામે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કામ કરી સંગઠનને મજબૂત બનાવવાનો વિકલ્પ હતો. મેં તેમને કહ્યુ હતુ કે, મહેનત કરો, એક દિવસ મુખ્યમંત્રી બનશો. પરંતુ તેમણે બીજો માર્ગ પસંદ કર્યો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કટાક્ષ કરતા કહ્યુ કે, આજે ભાજપમાં સિંધિયા બેંકબેન્ચર છે. સૂત્રો પ્રમાણે, લખીને રાખો તે ક્યારેય ત્યાં મુખ્યમંત્રી નહીં બને. તેમણે પરત આવવું પડશે. રાહુલે યૂથ કોંગ્રેસ કાર્યકર્તાઓને આરએસએસની વિચારધારાથી લડવા અને કોઈથી ન ડરવાની પણ ચેતવણી આપી છે.
મહત્વનું છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ સાથે ટકરાવ બાદ સિંધિયા 11 માર્ચ 2020ના ભાજપમાં સામેલ થઈ ગયા હતા. સાથે સિંધિયાના સમર્થક 20 કોંગ્રેસ ધારાસભ્યોએ પણ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. તેવામાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની મધ્યપ્રદેશ સરકારે બહુમતી ગુમાવતા રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ જૂન મહિનામાં સિંધિયા ભાજપની ટિકિટ પર રાજ્યસભા સાંસદ બન્યા હતા.