નવી દિલ્લી: આઇપીએલની 2021ની નિલામીમાં પાંચ વાર ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ તેની ટીમના ખાલી સ્લોટ ભરી દીધા છે. આ સાથે જ મુંબઇની ટીમ છઠ્ઠી વાર ચેમ્પિયન બનવા માટેની તૈયારી કરી લીધી છે. ટીમને નીલામી શરૂ કર્યા પહેલા જ વિદેશ પેસ બોલરની જરૂરિયાત હતી. ટીમે ન્યઝીલેન્ડના પેસ બોલર એડમ મિલ્ને ને 3.20 કરોડ રૂપિયામાં ખીરીદીને ટીમની જરૂરિયાત પૂર્ણ કરી છે. એડમનો મુંબઇ ટીમ સાથે ખુબજ મજબૂત સબંધ છે. મહત્વનું છે કે મુંબઇના કોચ શેન બોન્ડ ન્યુઝીલેન્ડના જ છે.
જ્યારે, મુંબઇ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયન પેસ બોલર નાથન કુલ્ટન નાઈલને પાંચ કરોડમાં ફરીથી ખરીદી લીધો છે. નાથને ગત સિઝનમાં 7 મેચોમાં 7.92ની ઈકોનોમીથી બોલીંગ કરીને 5 વિકેટ લીધી હતી. આશા રાખવામાં આવી રહી છે નવી સિઝન પણ તેના માટે સારી સાબિત થશે. ફાસ્ટ બોલરનો કોટા પૂર્ણ થયા બાદ મુંબઇની નજર દિગ્ગજ અને અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા પર હતી. દિલ્લી કેપીટલ્સ સાથેની લડાઇ બાદ મુંબઇએ ચાવલાને 2.40 કરોડમાં ખરીદ્યો હતો. પીયૂષ ચાવલા આઇપીએલ 2021માં રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા સાથે ટીમમાં સ્પિન બોલીંગ કરતો જોવા મળી શકે છે.
ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પર મુંબઇ ઈન્ડિયન્સે ખાસ આકર્ષણ દાખવ્યુ હતું. તેમણે જેમ્સ નીશનને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે હાર્દિક પંડ્યાના બેક-અપ તરીકે ટીમમાં રહેશે. આ સાથે અન્ય એક અનકેપ્ડ બોલર યુદ્ધવીર ચરકને પણ મુંબઇએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાના ઓલ રાઉન્ડર માર્કો જેન્શનને પણ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો માર્કો માટે જાહીર ખાને કહ્યું કે તે છેલ્લા ગત 2 વર્ષથી આ ખેલાડીને ટ્રેક કરી રહ્યો છે. સચિનના પુત્ર અર્જુનને પણ મુંબઇની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
2021 માટે મુંબઇની ટીમની સંપૂ્ર્ણ પલ્ટનનું લીસ્ટ
રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઈશાન કિસન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કુણાલ પંડ્યા. ક્વિનટન ડિકોક, રાહુલ ચાહર, સૂર્યકુમાર યાદવ, ટ્રેટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, મોહસિન ખાન, એડમ મિલ્ને, નાથન કુલ્ટન, પીયૂષ ચાવલા, માર્કો જેન્સન, યુદ્ધવીર સિંહ, જેમ્સ નીશન, અને અર્જુન તેંદુલકર.