ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે. તો ઈંગ્લેન્ડ પણ અંતિમ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ ડ્રો કરાવવા ઈચ્છશે. ભારકીય ટીમ મુકાબલાને જીતીને અથવા ડ્રો કરાવીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા ઈચ્છશે. તેવામાં બન્ને ટીમો ક્યા પ્રકારની પ્લેઇંગ ઇલેવનની સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ભારતીય ટીમ ચોક્કસપણે એક ફેરફાર સાથે ઉતરશે, કારણ કે જસપ્રીત બુમરાહ અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં ઉમેશ યાદવને અંતિમ ઇલેવનમાં તક મળી શકે છે, જ્યારે મયંક અગ્રવાલને અંતિમ ટેસ્ટ મેચમાં ઓપનર શુભમન ગિલના સ્થાને તક આપવામાં આવી શકે છે. વિકેટકીપર રિષભ પંતને આરામ આપવામાં આવી શકે છે અને તેના સ્થાને રિદ્ધિમાન સાહા રમી શકે છે. પરંતુ ફોર્મમાં રહેતા પંતને ટીમ ઈન્ડિયા બહાર રાખશે કે નહીં તે જોવાનું રહેશે.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની ટીમ બન્નેએ ફેરફાર કરવા પડશે. કેપ્ટન જો રૂટ ડોમિનિક બેસના રૂપમાં જેક લીચની સાથે બીજા સ્પિનરને તક આવશે, તો સ્ટુઅર્ડ બ્રોડ બહાર થઈ શકે છે. આ સિવાય ટોપ ઓર્ડરમાં પણ ફેરફાર થઈ શકે છે. કારણ કે ઈંગ્લેન્ડને સારી શરૂઆત મળી રહી નથી. સિરીઝને બરાબર કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ મજબૂત અંતિમ ઇલેવન સાથે મેદાને ઉતરશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા.
ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઝેક ક્રાઉલી, ડોમ સિબ્લી, જોની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, બેન ફોકસ, ડોમિનિક બેસ, જેક લીચ, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, ઓલી પોપ