ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે. મોટેરામાં આ ડે-નાઇટ ટેસ્ટનું આયોજન થશે. જેમાં પીંક બોલનો ઉપયોગ કરવામાં આવશે. મહત્વનું થે પીંક બોલ લાલ બોલ કરતા અલગ પ્રકારનો હોય છે અને વધારે સ્વિગ થાય છે. મળતી માહિતી મુજબ ત્રીજી મેચની પીચ સ્પિનરો માટે સૌથી વધારે મદદરૂપ થાય તેવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે. તેથી લાગી રહ્યું છે કે અશ્વિન અને અક્ષર પટેલનું ફરી એકવાર શાનદાર પ્રદર્શન જોવા મળી શકે છે.
મહત્વનું છે કે બીજી ટેસ્ટમાં 20માંથી 15 વિકેટ અક્ષર પટેલ અને અશ્વિને લીધી હતી. ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ હોવાને કારણે કુલદીપ યાદવની જગ્યાએ ફાસ્ટ બોલરને ચાન્સ મળી શકે છે. માટે ઉમેશ યાદવ અથવા મોહમ્મદ સિરાઝને ચાન્સ મળી શકે છે બીજી ટેસ્ટમાં બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો માટે તેને પણ ચાન્સ મળી શકે છે. ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવશે કે કેમ તે અંગે ફિટનેસ ટેસ્ટ બાદ જ જાણકારી મળી શકે છે. સીનીયર ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ફિટનેસ ટેસ્ટ આગામી બે દિવસની અંદર કરી લેવામાં આવશે. બોર્ડના એક સિનીયર અધિકારીએ આપેલ માહિતી મુજબ ઉમેશ યાદવનો ફિટનેસ ટેસ્ટ જલ્દીથી કરી લેવામાં આવશે ઉમેશની માસપેસીઓમાં થયેલા નુકશાનને કારણે તેને ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર જવુ પડ્યું હતું.
માર્ક વુડની ટીમ ઈન્ડિયાને ચેતવણી
એક બાજુ મોટેરાની પીચ પર સ્પિનરને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહી છે તેવામાં બીજી બાજુ ઈગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડનું માનવું છે કે, જો ત્રીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલરનો બોલ સ્પિન થશે તે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એંડરશન ઘાતક સાબિત થઇ શકે છે. વધુમાં તેણે કહ્યું જો આ પીચ પર ફાસ્ટ બોલરને મદદ મળશે તો ઈંગ્લેન્ડ પાસે ઉચ્ચ કક્ષાના ફાસ્ટ બોલર છે જે ભારતીય બેસ્ટમેનને હેરાન કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. મહત્વનું છે કે ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં જૉની બેયરસ્ટો અને ફાસ્ટ બોલર માર્ક વુડનો સમાવેશ થઇ ગયો છે.
પરિવારના પ્રશ્રને લઇને આઇપીએલની નિલામી 2021ની નિલામીમાંથી નામ પાછુ ખેચનાર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે તેનું નામ પાછુ ખેચ્યું હતું. તે અંગે વધુમાં તેણે જણાવ્યું કે નિર્ણય લેવામાં થોડી તકલીફ પડી પરંતુ પરિવાર સાથે સમય વિતાવા માંગતા હતા.