Ind vs SL Women’s Tri Series Final: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત ક્રિકેટના મેદાન પર ચેમ્પિયન બનવા ઉતરશે, ફાઇનલમાં શ્રીલંકા સાથે ટક્કર

Ind vs SL Women’s Tri Series Final: ભારતીય ટીમ રવિવારે કોલંબોમાં ત્રિકોણીય વનડે શ્રેણીના ફાઇનલમાં શ્રીલંકાનો સામનો કરશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં શ્રીલંકામાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ લીગમાં 4 મેચ રમી અને ત્રણમાં જીત મેળવી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલ સવારે 10 વાગ્યાથી રમાશે.

Ind vs SL Women’s Tri Series Final: ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વનડે ટ્રાઈ સિરીઝનો ફાઇનલ રવિવારે કોલંબોમાં રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય ટીમે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતમાં લીગમાં 4 મેચ રમી હતી, જેમાંથી 3માં જીત મેળવી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતને શ્રીલંકા સામે એક મેચમાં પરાજય મળ્યો છે, તેથી ટીમ ઈન્ડિયાએ યજમાન શ્રીલંકાની સામે સાવચેત રહેવું પડશે. ટીમ ઇન્ડિયા યજમાનોને હરાવીને ચેમ્પિયન બની શકે છે. શ્રીલંકા 2 જીત સાથે બીજા સ્થાન પર રહી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 4માંથી માત્ર 1 મેચ જીતીને ત્રીજા અને છેલ્લી જગ્યાએ સિરીઝ પૂર્ણ કરી હતી. ફાઇનલ સવારે 10 વાગ્યે રમાશે.

આ મુકાબલો ભારત અને શ્રીલંકા બંને માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ વર્ષના અંતે યોજાનારા વનડે વિશ્વ કપની તૈયારી માટે આ ખૂબ ઉપયોગી સાબિત થશે. ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનોએ ઉત્તમ પ્રદર્શન આપ્યું છે, જેમાં જેમિમા રોડ્રિગ્ઝે સૌથી વધુ અસર છોડી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે એક શતક (123) સહિત સરેરાશ 67 સાથે અત્યાર સુધીમાં 201 રન બનાવ્યા છે. પ્રતિકા રાવલ (164), સ્મૃતિ મંધાના (148) અને દીપ્તિ શર્મા (126) એ પણ શાનદાર બેટિંગ યોગદાન આપ્યું

સ્નેહ રાણાએ અત્યાર સુધીમાં લીધા છે 11 વિકેટ

દીપ્તિ શર્માની દક્ષિણ આફ્રિકા સામેની 93 રનની નોંધપાત્ર ઈનિંગ્સે ભારતને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી અને એ સાબિત પણ કરી દીધું કે જરૂર પડે ત્યારે ટીમનો નીચલો ક્રમ પણ બેટિંગમાં અસરકારક યોગદાન આપી શકે છે. કૅપ્ટન હરમનપ્રીત કૌર ફાઈનલમાં મોટું સ્કોર બનાવીને સિરીઝમાં બેટથી થયા નિરાશાજનક પ્રદર્શનને પાછળ છોડી દેવા માગશે. હરમનપ્રીતે અત્યાર સુધીમાં અનબિટન 41, 30 અને 28 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી છે, પણ તે આ સારી શરૂઆતોને મોટી ઈનિંગ્સમાં બદલવામાં નિષ્ફળ રહી છે.

સ્નેહ રાણા ભારતની શ્રેષ્ઠ બોલર સાબિત થઈ છે. આ રાઇટ આર્મ સ્પિનરએ અત્યાર સુધીમાં 11 વિકેટ લીધી છે, જેમાં દક્ષિણ આફ્રિકા સામેની એક ઇનિંગમાં 5 વિકેટ પણ  છે.

હર્ષિતા સમરવિક્રમા પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા

શ્રીલંકાની ટીમ ફરી એકવાર હર્ષિતા સમરવિક્રમા પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખી રહી છે. તેણે લીગ સ્ટેજમાં ભારત સામે 53 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે ટીમને જીત મળી હતી. 26 વર્ષીય ડાબોડી બેટ્સમેન હર્ષિતાએ અત્યાર સુધીમાં બે અર્ધશતકોની મદદથી 177 રન બનાવ્યા છે.

શ્રીલંકાની કૅપ્ટન ચમારી અથાપથુ પોતાનું નામ દર્શાવતું પ્રદર્શન હજી સુધી નથી આપી શકી. તેણે 88 રન બનાવ્યા છે અને બોલિંગમાં 5 વિકેટ પણ લીધી છે. ફાઇનલમાં એ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ભારતની મુશ્કેલીઓ વધારવા ઇચ્છશે.

શ્રીલંકાની બોલિંગમાં દેવમી વિહંગા (9 વિકેટ) સૌથી વધુ પ્રભાવશાળી રહી છે. જોકે, ભારતીય બેટ્સમેનોએ બંને મેચોમાં આ ઑફ સ્પિનરને હાવી થવા દીધો ન હતો.

ટીમો

ભારત:
પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાણા, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કૅપ્ટન), જેમિમા રોડ્રિગ્ઝ, ઋચા ઘોષ, દીપ્તિ શર્મા, કાશવી ગૌતમ, અરુંધતી રેડ્ડી, સ્નેહ રાણા, નલ્લાપુરેડ્ડી ચરણાની, યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, તેજલ હસબનિસ, શુચિ ઉપાધ્યાય.

શ્રીલંકા:
ચમારી અથાપથુ (કૅપ્ટન), કવિશા દિલહારી, ઇનોશી પ્રિયદર્શનિ, વિશ્મી ગુણરત્ને, હંસિમા કરુણારત્ને, અચિની કુલસૂરિયા, સુગંધિકા કુમારી, મલ્કી મદારા, હર્ષિતા સમરાવિક્રમા, મનુડી નાનાયક્કારા, હાસિની પેરેરા, પિઉમી વાથસાલા, ઇનોકા રાણાવીરા, અનુષ્કા સંજીવની, રશ્મિકા સેળવંડી, નીલાક્ષિકા સિલ્વા, દેવમી વિહંગા.

Share.
Exit mobile version