ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મોટેરા પર આડથી શરુ થઇ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય છે. ભારત આ ટેસ્ટ જીતીને તેની 2-1ની અપરાજીત સરસાઈ વધારવા પર ભાર મૂકશે તો ઇંગ્લેન્ડનું ધ્યેય મેચ જીતીને ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરવાનું રહેશે.
ભારત જો આજની ટેસ્ટ ડ્રો કરે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશશે અને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત મેચ ડ્રો કરે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે છે પરંતુ આક્રમક અભિગમ ધરાવતો કોહલી ટેસ્ટ જીતવાનો જ પ્રયત્ન કરશે.
અમદાવાદના આજ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમેચ રમાઈ હતી. અને ભારતે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. સતત બે જીતથી ભારતના ઈરાદાઓ મજબુત છે. કોહલીની નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.
ચોથી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ફાઈનલની ટિકીટ કન્ફોર્મ કરવા ઈચ્છશે, અમદવાદની આ ટેસ્ટ મેચમાં રસાકસી વાળી રહે તેવી શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચ જીતવા માટે અંગ્રેજો પણ મરણીયા પ્રયાસ કરશે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન
ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. જોફરા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડની જગ્યાએ ડોમ બેસ અને ડેન લોરેન્સ રમી રહ્યા છે. જ્યારે ભારતે પોતાની પ્લેઇંગ-11માં એક જ ફેરફાર કર્યો છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ રમી રહ્યો છે.
ઇન્ડિયાની પ્લેઇંગ-11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.