ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલે 6 વિકેટ, અશ્વીને 3 વિકેટ અને ઈશાંત શર્માએ 1 વિકેટ લીધી છે. ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારતને 33 રનની લીડ મળી છે. જો રૂટ અને જેક લીચે તરખાટ મચાવ્યો હતો. જો રૂટે 5 વિકેટ અને લીચે 4 વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસથી જેમ બોલ ટર્ન થઈ રહ્યો છે.
જેક લિચે રોહિત-રહાણેને પેવેલિયન ભેગા કર્યા
બીજા દિવસે ઇંગ્લેન્ડના લેફ્ટ-આર્મ ઓફ સ્પિનર જેક લિચે અજિંક્ય રહાણે અને રોહિત શર્માને પેવેલિયન ભેગા કર્યા. રહાણે ક્રિઝમાં અંદર રહીને રમ્યો હતો. લિચનો આર્મ બોલ પિચ થયા બાદ સ્કીડ થઈને અંદર આવ્યો અને ભારતીય વાઇસ કેપ્ટન પાસે તેનો કોઈ જવાબ નહોતો.
તે પછી રોહિત શર્મા સ્વીપ કરવા જતાં બોલ ચુકી ગયો હતો અને બોલ તેના બેટ નીચેથી જતો રહ્યો હતો. તેણે રિવ્યૂ લીધો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહિ. રોહિતે 96 બોલમાં 11 ફોરની મદદથી 66 રન કર્યા હતા
બીજા દિવસની રમતની શરૂઆતમાં ભારતે 4 રનમાં 3 વિકેટ ગુમાવી, 114/3થી 117/6.
જેક લિચેનો તરખાટ
જેક લિચે 15 ટેસ્ટના કરિયરમાં પહેલીવાર પ્રથમ ઇનિંગ્સમાં 4 વિકેટ લીધી. આ પહેલાં ફર્સ્ટ ઇનિંગ્સમાં તેના બેસ્ટ ફિગર હતા: 3/70 વિરુદ્ધ શ્રીલંકા, પેલેકેલે 2018/19. લિચે છેલ્લી ચારેય ઇનિંગ્સમાં રોહિત શર્માને આઉટ કર્યો છે. ભારતે પણ મોટેરાની ટર્નિંગ ટ્રેક પર સંઘર્ષ કર્યો. પાંચમા દિવસે થઈ રહ્યો હોય બોલ એ રીતે ટર્ન થઈ રહ્યો છે.