જુલાઈ માટે ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો જૂનમાં માઈનસ ૪.૧૨ ટકાથી વધીને માઈનસ ૧.૩૬ ટકાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. જાે કે, ખનિજ તેલ, મૂળભૂત ઉત્પાદનો, ધાતુઓ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો હતો.આજે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ઉઁૈં ફુગાવો જુલાઈમાં સતત ચોથા મહિને ડિફ્લેશનરી ઝોનમાં રહ્યો હતો. જૂનમાં તે માઈનસ ૪.૧૨ ટકા હતો, જ્યારે મે મહિનામાં તે માઈનસ ૩.૪૮ ટકા હતો. માર્ચમાં, પ્રાથમિક વસ્તુઓ, ઉત્પાદિત ઉત્પાદનો, બળતણ અને પાવર તેમજ ખાદ્ય ચીજાેના સૂચકાંકોમાં તીવ્ર ઘટાડાથીૅૅૈં ઉઁૈં ફુગાવો ઘટીને ૧.૩૪ ટકાની ૨૯ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૫માં ઉઁૈં ફુગાવો માઈનસ ૪.૭૬ ટકાના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો.
જાે અલગ- અલગ વસ્તુ વિશે વાત કરવામાં આવે તો વેજીટેબલ કેટેગરીમાં ફુગાવો જુલાઈમાં ૬૨.૧૨ ટકા રહ્યો હતો. આ દરમિયાન, પ્રાથમિક વસ્તુઓનો ફુગાવો જૂનમાં ૨.૮૭ ટકાના સંકોચનની સરખામણીએ ૭.૫૭ ટકા રહ્યો હતો. બીજી તરફ, ઇંધણ અને વીજળીનો ફુગાવો જૂનની જેમ ૧૨.૭૯ ટકા ઘટ્યો હતો.ગયા અઠવાડિયે આયોજિત મોનેટરી પોલિસી કમિટીના ર્નિણયોની જાહેરાત કરતા આરબીઆઇ ગવર્નરે કહ્યું હતું કે, મોંઘવારી પર કામ હજુ પૂરું થયું નથી. વૈશ્વિક અસ્થિરતા, આંતરરાષ્ટ્રીય ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં વધઘટને કારણે અસ્થિરતા રહે છે. આ કારણોસર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે મોંઘવારીનું અનુમાન વધારીને ૫.૪ ટકા કરવામાં આવ્યું છે, જે અગાઉ ૫.૧ ટકા હતું.