ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જો કે, બે દિવસથી મૃતકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રવિવારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા 175 વધુ છે અને આ દરમિયાન ચાર લોકોના મોત પણ થયા છે. સાજા થયેલા લોકોની સંખ્યા 954 છે. જણાવી દઈએ કે આ પહેલા શનિવારે (16 એપ્રિલ) દેશમાં 975 કેસ નોંધાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા. દેશમાં હવે 11,558 સક્રિય કેસ બાકી છે. દેશમાં રિકવરી રેટ 98.76 ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 83.18 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,65,118 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોરોના ડરાવા લાગ્યો
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 461 નવા કેસ સામે આવ્યા છે અને બે દર્દીઓના મોત થયા છે. અઢી મહિના પછી ચેપનું પ્રમાણ વધ્યું છે. ચેપ દર 5.33 ટકા નોંધાયો છે. અગાઉ 25 ફેબ્રુઆરીએ 460 નવા કેસ મળ્યા હતા અને 15 માર્ચે બે દર્દીઓના મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં 98 નવા કેસ, કોઈ મૃત્યુ નથી
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન કોઈ મૃત્યુ નોંધાયું નથી. જો કે, આના એક દિવસ પહેલા રાજ્યમાં 69 કેસ નોંધાયા હતા અને એકનું મોત થયું હતું.