Income Tax Rules: આવકવેરાના નિયમોમાં ફેરફાર, રિટર્ન ફાઇલ કરતા પહેલા જાણવું મહત્વપૂર્ણ

Income Tax Rules: આવકવેરા રિટર્નને સરળ બનાવવા માટે, નાણા મંત્રાલયે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે 5 ફોર્મ પૂરા પાડ્યા છે, જેનો ઉપયોગ આવક અનુસાર થાય છે. અમે તમને જે નવા નિયમો વિશે જણાવી રહ્યા છીએ તે બધા આ ફોર્મ્સ સાથે સંબંધિત છે.

Income Tax Rules: જો તમે ફાઇનાન્સિયલ યર 2024-25 (AY 2025-26) માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો વિચારી રહ્યા છો, તો તમારે ITR ફોર્મ ITR1, ITR2, ITR3 અને ITR4 માટે થયેલા નિયમોમાં થયેલા ફેરફારો વિશે જાણવું જરૂરી છે. તેમજ જ્યારે તમે રિટર્ન ફાઈલ કરશો અને ઇન્કમ ટેક્સના પોર્ટલ પર જશો, ત્યારે તમને ITR દાખલ કરવાની ઈ-યૂટિલિટીઝના જારી થવાની રાહ જોવી પડશે. આજે અમે તમને ITR ફોર્મ માટે થયેલા ફેરફારોની જાણકારી આપી રહ્યા છીએ, જે ફાઇનાન્સિયલ યર 2024-25 (AY 2025-26) માટે રિટર્ન ફાઈલ કરવામાં તમારી મદદ કરશે.

વિત્ત મંત્રાલયે આવકવેરા રિટર્નને સરળ બનાવવા માટે આવકના આધારે 5 ફોર્મ ઉપલબ્ધ કરાવ્યા છે, જેનો ઉપયોગ કરદાતા તેમની આવકના પ્રકાર પ્રમાણે કરે છે. અમે અહીં જે નવા નિયમોની માહિતી આપી રહ્યા છીએ, તે બધા નિયમો આઈટીઆર ફોર્મ્સ સાથે સંકળાયેલા છે.

ITR 1 અને ITR 4 માટે ટેક્સ પાત્રતા વધારવામાં આવી

નવા નિયમો ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલા છે, જેમાં જો ટેક્સપેયર લાંબા ગાળાના રોકાણમાંથી ₹1.25 લાખનો નફો કમાય છે તો તેને આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે હવે ITR 1 અથવા ITR 4 ફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી છે. પહેલાં આવી સ્થિતિમાં ITR 2 અને ITR 3 નો ઉપયોગ કરવો પડતો હતો અને ટેક્સ લાભ ₹1.25 લાખના બદલે માત્ર ₹1 લાખ સુધી મર્યાદિત હતો.

આધાર એનરોલમેન્ટ આઈડી હવે માન્ય નહીં હોય

હવે આથી પહેલા સુધી જે રીતે પેન કાર્ડ સાથે આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાતી હતી, તે હવે શક્ય નથી. હવે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે આધાર નંબર હોવો અનિવાર્ય બન્યો છે. ITR-1, ITR-2, ITR-3 અને ITR-5 ફોર્મમાંથી આધાર એનરોલમેન્ટ આઈડી માટેનો કોલમ દૂર કરી દેવામાં આવ્યો છે.

નાના વ્યવસાયો માટે નવી ટેક્સ રજીમ

સરકારએ નાના વ્યવસાયકારોને લાભ આપવા માટે ગયા વર્ષે બજેટમાં નવી ટેક્સ રજીમ રજૂ કરી હતી. હવે વારંવાર ઓલ્ડ અને ન્યૂ ટેક્સ રજીમ બદલવાની મંજૂરી નથી. આવકવેરા નિયમો મુજબ, વ્યવસાયિક આવક ધરાવતા કરદાતાને જીવનમાં માત્ર એકવાર જૂની ટેક્સ રજીમમાંથી નવી ટેક્સ રજીમમાં સ્વિચ કરવાની છૂટ છે. જોકે, આ બદલાવ માટે કરદાતાને ફોર્મ 10-IEA દાખલ કરવું જરૂરી છે.

ગયા વર્ષે ITR-4 ફોર્મમાં માત્ર એ પૂછવામાં આવતું કે કરદાતાએ નવી ટેક્સ રજીમમાંથી બહાર આવવાનો વિકલ્પ પસંદ કર્યો છે કે નહીં. જો હા, તો તેને ફોર્મ 10-IEAની તારીખ અને પાવતી નંબર આપવો પડતો હતો. હવે નવો ITR-4 ફોર્મ વધુ વિગતો માગે છે — તેમાં કરદાતાની અગાઉની ફાઈલિંગની પુષ્ટિ માંગવામાં આવે છે અને એ પણ પૂછવામાં આવે છે કે શું તે કરદાતા હાલમાં પણ નવી રજીમથી બહાર રહેવાનું ચાલુ રાખવા ઈચ્છે છે કે નહીં.

કલમ 206AB અને 206CCA દૂર કરવામાં આવી

પાલન સરળ બનાવવા માટે, કલમ 206 AB અને 206CCA સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. જેના કારણે કર કપાત કરનારાઓ અને કર વસૂલનારાઓને ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

કલમ 87A હેઠળ મુક્તિમાં વધારો

નાણામંત્રીએ ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં કલમ 87A હેઠળ મુક્તિ 25,000 રૂપિયાથી વધારીને 60,000 રૂપિયા કરી છે. આ મુક્તિ સુનિશ્ચિત કરે છે કે ૧૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં.

ટીડીએસ નિયમોમાં ફેરફાર

1 એપ્રિલ, 2025 થી, ઘણા વિભાગોમાં TDS મર્યાદા (TDS Limit Change) વધારવામાં આવી છે, જેનાથી નાના કરદાતાઓને ઘણી રાહત મળશે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર TDS મર્યાદા વધીને 1 લાખ રૂપિયા થશે.

Share.
Exit mobile version