આખી દુનિયામાં કોરોના મહામારી સામે જંગ ચાલી રહી છે અને આ હેઠળ દુનિયાના ગણા દેશોમાં કોરોના વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. આ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ હેઠળ લોકોને રસી આપવામાં આવી રહી છે. આ વચ્ચે અમેરિકાના ઑરલૈંડો શહેરમાં બે યુવતીઓએ પોતાને વૃદ્ધ ગણાવી રજૂ કરી જેથી કોરોનાની રસી તેમને મળી જાય.
ઑરેંજ કાઉન્ટીમાં રાજ્ય સ્વાસ્થ્ય અધિકારી ડૉ. રાઉલ પિનોએ કહ્યું કે, મહિલાઓ બુધવારે કો ટોપીસ હાથના મોથા અને ચશ્મા પહેરીને આવી હતી. શેરિફ કાર્યાલયના પ્રવક્તા મિશેલ ગુઇડોએ ઑરલૈંડો સેંટિનલને જણાવ્યું કે, મહિલાઓએ રાજ્યના પ્રણાલી નિયમોને સાઇડમાં રાખી રસીકરણ માટે પોતાના જન્મના વર્ષને બદલી નાંખ્યા હતા. પ્રણાલી અનુસાર 65 વર્ષથી મોટા લોકોને રસીકરણ માટે પ્રાથમિક્તા આપવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહિલાઓએ પહેલો ડોઝ પ્રાપ્ત કરી લીધો છે.
તેમણે કહ્યું,’તેમના નામ રજિસ્ટ્રેશનથી મેળ ખાતા હતા પરંતુ જન્મતિથિ નહીં.’ અધિકારીઓએ કહ્યું કે, મહિલાઓની ઉંમર ક્રમશ: 35 અને 45 વર્ષ છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર તેમને ચેતવણી આપવામાં આવી છે. ઑરેંજ કાઉન્ટી શેરિફના કાર્યાલયથી એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમા એક પ્રતિનિધિ કહે છે કે,’તમે વેક્સિનની ચોરી કરી છે જેની તમારા કરતા બીજા લોકોને વધારે જરૂર હતી.’
ગુઇડોએ કહ્યું કે તેમને ચેતવણી આપવાનો મતલબ છે કે, તેઓ કોઇ પણ કારણે રસીકરણ, કોવિડ-19 પરીક્ષણ વગેરે માટે કનવેંશન સેન્ટર જઇ શક્શે નહીં. જો તેઓ આવે છે તો તેમની ધરપકડ થશે. પિનોએ કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગની તપાસ એ નિર્ધારિત કરવાની કોશિશ કરશે કે તેમને પહેલા ક્યાં ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓ અપોઇમેન્ટ લેવામાં સફળ કેવી રીતે થઇ.