ખાદ્ય મંત્રાલયના ઉપભોક્તા બાબતોના વિભાગે ટામેટાના વધતા ભાવ પર અંકુશ લગાવવા માટે પહેલા ટામેટાને ૯૦ રૂપિયા પ્રતિ કિલોના વાજબી ભાવે વેચવાનો ર્નિણય કર્યો. સરકારનું તેમાં હસ્તક્ષેપ કરવાનું કારણ ટામેટાના જથ્થાબંધ ભાવમાં થયેલ ઘટાડો છે. તો વળી હવે સરકાર દેશમાં ૫૦૦થી વધારે પોઈન્ટ પર મૂલ્યાંકન કર્યું છે. જે બાદ સ્થિતિને જાેતા સરકારે આજે એટલે કે રવિવારે ૧૬ જુલાઈ, ૨૦૨૩થી ટામેટાને ૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચવાનો ર્નિણય કર્યો છે.
દિલ્હી, નોઈડા, લખનઉ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને આરામાં કેટલાય પોઈન્ટ્સ દ્ગછહ્લઈડ્ઢ અને દ્ગઝ્રઝ્રહ્લના માધ્યમથી વેચાણ આજથી શરુ થઈ ગયું છે. એવી જગ્યા પર હાલમાં બજાર કિંમતોના આધાર પર કાલથી વધું શહેરોમાં વિસ્તારિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનામાં ટામેટાની છુટક કિંમતોમાં વધારો જાેવા મળ્યો છે. દેશભરમાં છુટક બજારમાં ટામેટા હાલમાં ૧૫૦ થી ૩૦૦ રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે ઉપભોક્તા કેન્દ્ર પર વાજબી ભાવે ટામેટા વેચવાનો ર્નિણય લીધો છે.
