અમદાવાદ માં અવારનવાર દિપડો હોવાની વાત સામે આવતી હોય છે વસ્ત્રાલ માં પણ મંદિર નજીક એક CCTV માં દીપડા જેવું જંગલી પ્રાણી જોવા મળ્યું હતું.તાજેતરમાં સનાથલ ચોકડી આગળ દિપડો મૃત હાલત માં મળી આવ્યો હતો .જેને લઈને વન વિભાગ ની ટિમ એ અલગ અલગ ટિમ બનાઈ બે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પાંજરા પણ મુક્યા હતા પરંતુ કોઈ દિપડો ક્યાંથી આવ્યો તે અંગે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા. ત્યારે મંગળવાર રાત્રીના સમયે વટવાના બીબીપુરા આગળ આવેલ સ્પોર્ટ કોમલેક્સમાં દીપડા જેવું પ્રાણી જોવા મળતા સ્થાનિક માં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પ્રાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કમ્પાઉન્ડ માં ફરતું જોવા મળી રહ્યું છે સ્થાનિકો ને ડર સતાવતા તેઓ એ સરપંચને જાણ કરીહતી જેથી સરપંચે વન વિભાગને આ બાબતની જાણ કરી અને તેઓ ત્યાં દોડી આવ્યા હતા.
વન વિભાગે બીબીપુરાની આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સાથે તેઓ એ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના CCTVની મદદથી આ પ્રાણીને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે પણ રાત્રીનો સમય હોવાના કારણે તેઓ ઓળખી શક્યા નથી.આથી વન વિભાગના 40થી વધુ લોકોની અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કોમ્પ્લેક્સમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં 3થી 4 પાંજરા પણ ગોઠવ્યા છે. બીબીપુરાની આજુબાજુના 8 ગામોમાં ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. હાલમાં બીબીપુરા, વાંચ, હાથીજણ, ગત્રાલ, મેમદપુરા, વટવા, ગેરતપુર, ધામત, વણ સહિત આજુબાજુના દશેક ગામોના ખેતરોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર શકિરા બેગમે divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે વટવાના બીબીપુરા માં કોઈ જંગલી પ્રાણી જોવા મળ્યું હતું. અમને ત્યાંના લોકો એ જાણ કરી હતી. જેના પગલે અમે તાત્કાલિક અમારી ટીમને ત્યાં મોકલી આપી છે. બીબીપુરા અને આજુબાજુના 8 ગામોમાં અમારી ટીમ દિવસ રાત પેટ્રોલિંગ કરી રહી છે. અમે CCTV માં તપાસ કરી પરંતુ એ દિપડો છે કે નહીં એ કહેવું હાલ મુશ્કેલ છે. અમે ગામના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. આ પ્રાણીએ કોઈ મારણ કર્યું છે કે નહીં તે અંગે જાણવા પણ અમારી ટીમ કામ કરી રહી છે. અમે અમારા વન વિભાગના 40 થી વધુ સભ્યોની ટિમ સર્ચ કરી રહી છે. જ્યાં સુધી ચોક્કસ પુરાવા નહીં મળે ત્યાં સુધી અમે તપાસ કરીશું.