અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકી જાેડાયેલ હતા. સરદાર પટેલ હોસ્પિટલમાં તબીબ તરીકે આરોપી નોકરી કરતો હતો. બન્ને આરોપીઓનું ૈંજીૈંજી સાથે કનેક્શન પણ હતું. વર્ષ ૨૦૧૪માં અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા અને આતંકી નેટવર્ક મજબૂત બનાવાની ગતિવિધિમાં સક્રિય આતંકીઓને સજા આપવામાં આવી છે. મોહમદ કાસીમ અને ઉબેડ મિરઝામ આંતકવાદી પ્રવુતિઓ સાથે જાેડાઈ સોશિયલ મીડિયા મારફતે અને અન્ય રીતે લોકોને આંતકવાદી પ્રવૃતિઓમા જાેડતા હોવાની માહિતી મળી હતી જેને લઈ તે બંનેના નંબરો સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. માહિતી સાચી હોવાને લઈ તે અંગે કેટલાક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. જે બાદ ૨૦૧૭માં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે દરમ્યાન આરોપીઓ પાસેથી પેનડ્રાઈવ, મોબાઈલ ડેટા, સહિત બહાર ના દેશોની પ્રવુતિઓ સાથે જાેડાયેલા હોવાનું સામે આવ્યુ હતું.

આ બંને આરોપીઓ અન્ય લોકોને આતંકવાદી પ્રવુતિઓમાં જાેડતા હતા. મહત્વનુ છે કે આ આરોપીઓએ અન્ય ૪ લોકોને આવી ગેરકાયદે પ્રવુતિઓમાં જાેડવા માટે તાલીમ આપી હતી. જે બાદ આરોપીઓ દ્વારા અમદાવાદના ધાર્મિક સ્થળોએ રેકી કરીને યુવાનોને ફ્સાવવાનું કાવતરું રચ્યું હતું. જે આરોપીઓને લઈ અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. બે આતંકીને આજીવન કેદની સજા ફ્ટકારવામાં આવી છે. કારણ કે બંને આરોપીઓ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાં હતા અને અન્ય લોકોને પણ આ પ્રવૃતિઓમાં ધકેલતા હતા.

Share.
Exit mobile version