દેશમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, શુક્રવારે 8 મહિનામાં પહેલી વખત તેનો ભાવ 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી આવી ગયો, અમેરિકામાં બોન્ડ યીલ્ડ્સમાં તેજી આવવાનાં કારણે ડોલર મજબુત થયો છે, જેનાથી દુનિયાભરમાં સોનામાં વેચવાલી વધી છે, આ કારણે સોનાની કિંમતમાં ઘટાડો આવી રહ્યો છે, એમસીએક્સનાં આંકડા મુજબ શુક્રવારે સોનાની સ્પોટ કિંમત 45900 રૂપિયાનાં સ્તરે આવી ગઇ હતી, એપ્રિલ ડિલિવરીવાળું સોનું 46126 રૂપિયા પર હતું.
અમેરિકામાં શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (Comex) પર સોનુ 1784 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે 29 જુન પછી તેનો સૌથી ઓછો ભાવ છે, ભારતમાં ગત વર્ષે 7 ઓગસ્ટે સોનાની કિંમત 56018 રૂપિયાનાં ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઇ હતી પરંતું ત્યાર બાદથી તેમાં 10 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચુક્યા છે, શુક્રવારે તે 45976 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યું હતું.
સોનાની કિંમતોમાં આ સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે, દિલ્હીની શરાફી માર્કેટમાં સોમવારે શરૂ થયેલા ઘટાડાનો સિલસિલો અંતિમ ટ્રેડિંગ દિવસ શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો, આ બજારમાં શુક્રવારે સોનું 239 રૂપિયા તુટીને 45,568 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.