જો તમને ખબર પડે કે તમારા ઘરની આસપાસ સોનું જ સોનું છે તો તમે શું કરશો? હવે તમે વિચારતા હશો કે તેમાં કરવાનું શું.. બધા કામ ધંધા છોડીને બેગ્સ લઈને તે જગ્યાએ ભાગી જઈશું. બસ આવું જ કઈંક થયું આફ્રિકાના કોંગો માં. સોનાથી ભરેલા પહાડની સૂચના મળતા જ લોકો ત્યાં ભેગા થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
મધ્ય આફ્રિકી દશ કોંગોમાં એક પહાડ મળ્યો છે જેના 60 થી 90 ટકા ભાગમાં સોનું હોવાની વાત કહેવાઈ રહી છે. આસપાસના ગ્રામીણોનોને જેવું આ સોનાના પહાડ વિશે ખબર પડી તો તેઓ ભારે સંખ્યામાં ત્યાં પહોંચવા લાગ્યા. સોનું ભરીને લઈ જવા માટે મોટા મોટા ઝોલા પણ લઈને આવ્યા હતા. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 53 હજાર લોકો જોઈ ચૂક્યા છે.
ગ્રામીણોને જેવી ખબર પડી કે સોનું ભરેલા પહાડનું ખોદકામ ચાલી રહ્યું છે તો તેઓ સોનું લૂંટવા માટે ત્યાં પહોંચી ગયા. પત્રકાર અહેમદ અલગોહબરીએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જોત જોતામાં તો વીડિયો વાયરલ થઈ ગયો. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોંગોના રહીશોને સોનાથી ભરેલા પહાડ વિશે જાણવા મળ્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
કોંગોના અનેક ભાગમાં વિપુલ પ્રમાણમાં સોનું રહેલું છે. આવામાં ત્યાં ગોલ્ડ માઈનિંગ ખુબ મહત્વનું છે. જો કે મોટી સંખ્યામાં ગ્રામીણોના ત્યાં પહોંચવાના કારણે માઈનિંગને થોડો સમય માટે રોકવું પડ્યું હતું.