વડોદરા સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજે આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને મનોરંજન માટે પોતીકા FM રેડિયોના યુગમાં પ્રવેશ કરશે.
FM રેડિયો સ્ટેશનનું પ્રસારણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે
રચનાત્મકતાનું સિંચન કરતી સર્જનાત્મકતા કેદીઓના જીવન પરિવર્તનનું સશક્ત માધ્યમ બની શકે એવી લાગણી વ્યક્ત કરતા જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જેલોના મહા નિર્દેશક-ડી.જી.ના સીધા આદેશ થી વડોદરા જેલમાં આ FM રેડિયો સ્ટેશન ચાલુ કરવામાં આવ્યુ છે. અને તેના માટે જરૂરી સ્ટુડિયો સહિતની તમામ સુવિધાઓ જેલની ચાર દીવાલો વચ્ચે ઉભી કરવામાં આવી છે. તેના પર થતાં કાર્યક્રમોનું પ્રસારણ પણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે.
સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડિયો સ્ટેશન શરૂ થયું હતું
ગયા વર્ષની ગાંધી જયંતિ એટલે કે બીજી ઓકટોબર, 2020ના રોજ રાજ્યની જેલોના ઇતિહાસમાં કેદીઓ માટેની સુવિધાઓનો એક નવો કથાનક લખાયો એવી લાગણી વ્યક્ત કરતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, એ દિવસે સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડીયો સ્ટેશન શરૂ થયું, તે પછી સુરત અને રાજકોટ જેલો પછી હવે વડોદરા જેલમાં તેનો ગુંજારવ શરૂ થશે, જે કેદીઓને મનોભાવો અને લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરી મોકળાશ આપશે. આ બધું કોરોના કાળમાં થયું. એટલે નકારાત્મક સમયની આ એક સકારાત્મક ભેટ છે એવુ કહી શકાય.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યનું ચોથું જેલ રેડિયો સ્ટેશન:વડોદરા સેન્ટ્રલ જેલમાં આજથી કેદીઓ દ્વારા સંચાલિત FM રેડિયો સ્ટેશન શરૂ થશે, કેદીઓ જ રેડિયો જોકી હશે

- વડોદરા જેલના ખુલ્લા મંચ જેવા ઓપન એર થિયેટરમાં રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું
- અમદાવાદની સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડીયો સ્ટેશન શરૂ થયું હતું
વડોદરા સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજે આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને મનોરંજન માટે પોતીકા FM રેડિયોના યુગમાં પ્રવેશ કરશે.
FM રેડિયો સ્ટેશનનું પ્રસારણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે
રચનાત્મકતાનું સિંચન કરતી સર્જનાત્મકતા કેદીઓના જીવન પરિવર્તનનું સશક્ત માધ્યમ બની શકે એવી લાગણી વ્યક્ત કરતા જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જેલોના મહા નિર્દેશક-ડી.જી.ના સીધા આદેશ થી વડોદરા જેલમાં આ FM રેડિયો સ્ટેશન ચાલુ કરવામાં આવ્યુ છે. અને તેના માટે જરૂરી સ્ટુડિયો સહિતની તમામ સુવિધાઓ જેલની ચાર દીવાલો વચ્ચે ઉભી કરવામાં આવી છે. તેના પર થતાં કાર્યક્રમોનું પ્રસારણ પણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે.
સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડિયો સ્ટેશન શરૂ થયું હતું
ગયા વર્ષની ગાંધી જયંતિ એટલે કે બીજી ઓકટોબર, 2020ના રોજ રાજ્યની જેલોના ઇતિહાસમાં કેદીઓ માટેની સુવિધાઓનો એક નવો કથાનક લખાયો એવી લાગણી વ્યક્ત કરતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, એ દિવસે સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ FM રેડીયો સ્ટેશન શરૂ થયું, તે પછી સુરત અને રાજકોટ જેલો પછી હવે વડોદરા જેલમાં તેનો ગુંજારવ શરૂ થશે, જે કેદીઓને મનોભાવો અને લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરી મોકળાશ આપશે. આ બધું કોરોના કાળમાં થયું. એટલે નકારાત્મક સમયની આ એક સકારાત્મક ભેટ છે એવુ કહી શકાય.
જેલના ખુલ્લા મંચ જેવા ઓપન એર થિયેટરમાં રેડિયો સ્ટેશન શરૂ થશે
આ રેડિયો સ્ટેશન માટે વડોદરા જેલના ખુલ્લા મંચ જેવા ઓપન એર થિયેટર ખાતે મોનીટર, કોમ્પ્યુટર સહિત FM માટે જરૂરી તમામ ઉપકરણો સાથે રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. રેડિયો જોકી ઉપયોગમાં લે તેવા માઇક્રોફોન વસાવવામાં આવ્યાં છે. બેરેકોમાં તેમજ જેલ ઉદ્યોગોના સ્થળે કેદીઓ તેનું પ્રસારણ સાંભળી શકે તેના માટે 58 જેટલા સ્પિકર્સ લગાવવામાં આવ્યાં છે.
FM રેડિયો કેદીઓને તેમના સર્જનાત્મક કૌશલ્યોની પ્રસ્તુતિનો મંચ આપશે
જેલ સત્તાવાળાઓની દેખરેખ હેઠળ કેદીઓ માટે અને કેદીઓ દ્વારા સંચાલિત આ FM રેડિયો કેદીઓને તેમના સર્જનાત્મક કૌશલ્યોની પ્રસ્તુતિનો મંચ આપશે. તેઓ પોતાના વિચારો, લાગણીઓ, કવિતાઓ, વાર્તાઓ, શાયરી, પુસ્તક વિવેચન, આ રેડિયો સ્ટેશનમાંથી પ્રસારિત કરી શકશે. આ ઉપરાંત મહાનુભાવોના પ્રેરક પ્રવચનો ઇત્યાદિનું પણ પ્રસારણ થઈ શકશે. તેની સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે, જાહેર પ્રસારણ વ્યવસ્થા જોડવામાં આવી છે, જેની મદદથી કેદી ભાઈઓ માટેની સાર્વત્રિક સૂચનાઓનું પણ પ્રસારણ થઈ શકશે.