દક્ષિણ આફ્રિકાના સૌથી મહાન બેટ્સમેનમાંથી એક ફાફ ડૂ પ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હાલમાં પાકિસ્તાન સામે એક ખરાબ પ્રદર્શન બાદ ડૂ પ્લેસિસે (Faf du Plessis) બુધવારના આ જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાને પાકિસ્તાને 2 મેચની સિરીઝમાં 2-0 થી માત આપી હતી.
ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો ડૂ પ્લેસિસ
છેલ્લા કેટલાક સમયથી ફાફ ડૂ પ્લેસિસનું (Faf du Plessis) ફોર્મ સારુ જોવા મળી રહ્યું નથી અને આ અનુભવી બેટ્સમેનના તમામ પ્રવાસોમાં નિષ્ફળ રહ્યો હતા. જો કે, દક્ષિણ આફ્રિકાના શ્રીલંકા સામે હાલમાં જ પૂર્ણ થયેલા પ્રવાસમાં ડૂ પ્લેસિસે શાનદાર સદી ફટકારી હતી, જે બાદ તેણે તેની ટીકા કરનારાઓનું મોં બંધ કર્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામે પ્રવાસ મોકૂફ
દક્ષિણ આફ્રિકાને આ મહિનાના અંતમાં ત્રણ મેચની એક ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો હતો. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસની ચિંતાને કારણે અંતિમ સમયે પ્રવાસ મોકૂફ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો. આ પ્રવાસ મોકૂફ થતા ડૂ પ્લેસિસને (Faf du Plessis) તેનું ટેસ્ટ કરિયર સમાપ્ત કરવાની તક મળી.
ડૂ પ્લેસિસે (Faf du Plessis) દક્ષિણ આફ્રિકા માટે 96 ટેસ્ટ મેચ રમી છે. તે દરમિયાન 10 સદી અને 21 અર્ધસદીની મદદથી 4163 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન રહ્યો. ડૂ પ્લેસિસે 143 વનડે મેચમાં 5507 રન બનાવ્યા છે. તેણે વન ડેમાં 12 સદી અને 35 અર્ધસીદ ફટકારી છે. ડૂ પ્લેસિસે (Faf du Plessis) 50 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 1528 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 10 અર્ધસદી પણ સામેલ છે.