ગુજરાતના ધોરાજીમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન મોંઘા બનેલા લીંબુની ગિફ્ટ આપવામાં આવતા આ સમાચાર નેશનલ ન્યૂઝ બની ગયા હતા. આ અનોખી ભેટની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
લીંબુના ભાવમાં જોરદાર વધારો થઈ ગયો છે અને દેશના ઘણા ભાગોમાંતો 400 રૂપિયા પ્રતિ કિલોએ લીંબુ વેચાઇ રહયા છે અને છૂટક એક નંગ લીંબુ 10 થી 15 રૂપિયામાં મળે છે. આવી સ્થિતિમાં હવે લગ્નમાં પણ લોકો લગ્નની ભેટ તરીકે લીંબુ આપી રહ્યા છે. રાજકોટના ધોરાજી શહેરમાં લગ્ન સમારોહ દરમિયાન દિનેશ નામના વ્યક્તિ એ વરરાજાને લીંબુ ની મોંઘેરી ગિફ્ટ આપી હતી.
ધોરાજી શહેરના મોણપરા પરિવારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં મિત્રોએ રોકડ કે અન્ય વસ્તુના બદલે મોંઘા લીંબુ ગિફ્ટ કર્યા હતા. ભેટ આપવાનો હેતુ એ જણાવવાનો હતો કે લીંબુની કિંમત એટલી વધી ગઈ છે કે હવે તેને મોંઘી ભેટ તરીકે આપી શકાય છે. આ ખાસ ગિફ્ટ જોઈને લગ્નમાં આવેલા મહેમાનોના પણ ખુશ થઈ ગયા હતા અને મોંઘવારીમાં લીંબુ મળતા વર કન્યા કાળઝાળ ગરમીમાં લીંબુ શરબત પીને ઠંડકનો અનુભવ કરશે વગરે કૉમેન્ટ ચાલુ થઈ ગઈ હતી.