ભારત સામેની ટી-૨૦ સિરીઝ માટે ઇંગ્લેન્ડે ૧૬ સભ્યોની ટીમમાં બટલર અને બેરસ્ટોનો સમાવેશ કર્યો છે. ઇંગ્લેન્ડ ભારત સામે પાંચ ટી-૨૦ અમદાવાદમાં ૧૨થી ૨૦ માર્ય દરમિયાન રમવાનું છે. ઇંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે બટલરને આરામ આપ્યો છે. ઇંગ્લેન્ડની રોટેશન પોલિસી મુજબ તેને આરામ આપવામાં આવ્યો છે.
ઇંગ્લેન્ડના સ્ટ્રાઇક બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ ટી-૨૦ સિરીઝ રમવાના નથી, પણ જોફ્રા આર્ચર પાંચ ટી-૨૦ માટે ઉપલબ્ધ રહેશે. આનો અર્થ એમ થાય કે તેને ટેસ્ટમાં ક્યાંક આરામ આપવામાં આવશે. આ ટીમમાં નવા ટી-૨૦ પ્લેયર ડેવિડ મેલનને સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૮મી ફેબુ્રઆરીએ યોજાનારી આઇપીએલની હરાજીમાં તેને લેવા માટે ફ્રેન્ચાઇઝીમાં રેસ જામશે તેમ મનાય છે.
વન-ડે માટેની જાહેરાત ટૂંક સમયમાં થશે
ટી-૨૦ સિરીઝની ટીમની જાહેરાત પછી ટૂંક સમયમાં ત્રણ વન-ડે માટેની ટીમની જાહેરાત પણ થશે.આ પાંચેય ટી-૨૦ એક જ સ્થળ અમદાવાદમાં ૧૨,૧૪,૧૬,૧૮ અને ૨૦મી માર્ચના રોજ યોજાશે. વન-ડે સીરીઝ માટે પણ ટી-20 વાળી ટીમ જ રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે.
ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, આર્ચર, જોની બેરસ્ટો, સામ બિલિંગ્સ, જોસ બટલર, સામ કરન, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મેલન, આદિલ રશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, માર્ક વૂડ