ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક એલન મસ્કએ નવી સિધ્ધિ હાંસલ કરી છે. ફક્ત એક જ દિવસમાં મસ્કની સંપત્તિ રેકોર્ડ 25 અબજ ડોલર વધી છે.Tesla Inc. કંપનીનાં શેરમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ એક વર્ષમાં કંપનીનો સૌથી મોટો ઉછાળો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અબજોપતિ મસ્કની સંપત્તિ હવે વધીને 174 અબજ ડોલરની થઈ ગઈ છે.
મસ્ક હાલમાં વિશ્વની બીજી સૌથી ધનિક વ્યક્તિ છે. મંગળવારે, ટેસ્લા શેર્સને ન્યૂ સ્ટ્રીટ રિસર્ચ વિશ્લેષક Pierre Ferragu ના અપગ્રેડથી પણ ફાયદો થયો. Pierre Ferragu એ ટેસ્લાના શેર ખરીદવાની ભલામણ કરી હતી. મસ્કની ટેસ્લાએ બિટકોઇનમાં અત્યાર સુધીની સૌથી મોટી રોકાણ કર્યું છે.
એલોન મસ્ક,વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિની નજીક છે, બંનેની સંપત્તિમાં બહુ ફરક નથી. Amazon.com Incનાં શેરનાં ઉછાળાને પગલે બેઝોસની કુલ સંપત્તિ વધીને 180 અબજ ડોલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મંગળવારે ટોચના 10 લોકો જેમની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે તે બધા ટેક્નોલોજી ક્ષેત્ર સાથે સંબંધિત છે.