બિહારની રાજધાની પટનામાં સોમવારે રાત્રે લગભગ સાડા 9 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. લગભગ 30 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. ડરીને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. રાહતની વાત એ છે કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ નાલંદાથી 20 કિલોમીટર દૂર હતું.
પટનાના બોરિંગ રોડ, આશિયાના નગર, પટેલ નગરમાં લોકોએ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. તો ભાગલપુર, ગયા સહિત અનેક જિલ્લામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે.
ભારતને ભૂકંપના ખતરાના આધારે ઝોન-2,3,4 અને 5માં વેચવામાં આવ્યું છે. ઝોન-2 સૌથી ઓછા ખતરવાળા અને ઝોન-5 સૌથી વધુ ખતરાવાળો માનવામાં આવે છે. દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારો ઓછા ખતરાવાળા ઝોન-2માં આવે છે. મધ્ય ભારત પણ ઓછા ખતરાવાળા ઝોન-3માં આવે છે. તો ઝોન-4માં જમ્મુ કાશ્મીરનો કેટલોક વિસ્તાર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, ઉત્તર બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સામેલ છે. ઝોન-5માં જમ્મુ કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારત, કચ્છનું રણ અને આંદામાન નિકોબાર આવે છે.
પટનામાં સોમવારે આવેલા ભૂકંપથી લોકોને 25 એપ્રિલ 2015ની યાદ આવી ગઈ. ત્યારે નેપાળમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 8000થી વધુ લોકોના મોત અને 2000થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેના કારણે બિહારમાં પણ અનેક આંચકા અનુભવાયા હતા. નેપાળ સાથે સંલગ્ન સીતામઢી, શિવહર, દરભંગા સહિત ઉત્તરી બિહારમાં તો લોકો અનેક દિવસ સુધી આશંકિત રહ્યાં હતા.
ભૂકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્રથી નીકળતી ઉર્જાની તરંગોથી લગાડવામાં આવે છે. સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા આ લહેરથી કંપન થાય છે. ધરતીમાં તિરાડ પણ પડી જાય છે. ભૂકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય તો તેનાથી બહાર નીકળનારી ઉર્જા સપાટીની ઘણી જ નજીક હોય છે, જેનાથી મોટી તબાહી થાય છે.