ઈસ્ટર્ન લદ્દાખમાં એલએસી પર ભારત-ચીનની વિચ્ચે અવરોધ ખત્મ કરવાની પ્રક્રિયામાં અત્યારે ટેન્કોને પાછી કરવામાં આવી છે. બુધવારના ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરવાથી પહેલા ભારત અને ચીનની સેનાના લોકલ કમાન્ડર્સની મીટિંગ થઈ, ત્યારબાદ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી બંને દેશોએ પોત-પોતાની ટેન્કો પાછી કરવાનું શરૂ કર્યું. પ્રક્રિયાની વેરિફિકેશન ભારત અને ચીનની સેના મળીને કરી રહી છે. દરરોજ બે વખત લોકલ કમાન્ડર્સ મળી રહ્યા છે.
ઇન્ડિયન આર્મીના એક સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે, બંને દેશોએ દક્ષિણ કિનારા પર મોટી સંખ્યામાં ટેન્કો તૈનાત કરી હતી. બુધવારના ટેન્કોની સાથે જ કૉમ્બેટ વ્હિકલને પાછા હટાવવાનું શરૂ કરવામાં આવ્યું. ટેન્ક અત્યારે એક નિશ્ચિત અંતર સુધી દૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, દરેક પગલાંઓનું બંને દેશો જોઇન્ટ વેરિફિકેશન પણ કરી રહી છે. આમાં ફિઝિકલ વેરિફિકેશનની સાથે જ ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન પણ હશે. ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન માટે સેટેલાઇટ ઇમેજની સાથે જ ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે.
દરેક વેરિફિકેશન બાદ બીજું પગલું આગળ ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી જ્યાં સૌથી પહેલા ટેન્કો પાછી કરવામાં આવી રહી છે તો ઉત્તર કિનારાથી સૈનિકોની સંખ્યા ઓછી કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા છે, ડિએસ્કેલેશનની નહીં. એટલે કે સૈનિક અને સૈન્ય સરંજામ જે અત્યારે એકદમ સામસામે છે તેમને પાછા કરવામાં આવી રહ્યા છે. પાછળ સૈનિકોની તૈનાતી અને સૈન્ય સરંજામની તૈનાતી અત્યારે ચાલું જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહે રાજ્યસભામાં જાણકારી આપતા કહ્યું હતું કે, પેંગોગ લેકના દક્ષિણ અને ઉત્તર કિનારેથી સૈન્ય પાછુ હટવાને લઈને સહમતિ સધાઈ છે. તેમણે કહ્યું છે કે, ચેની સેના એ વાત પર સહમત થઈ ગઈ હતી કે, પેંગોગ લેક પરથી ચીની સેનાની પીછેહટના 48 કલાકની અંદર સીનિયાર કમાંડર લેવલની બેઠક યોજાશે અને બાકીના પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે. ચીની સેના ફિંગર 8 પર પાછી ફરશે, જ્યારે ભારતીય સેના ફિંગર-3 પર ધનસિંહ થાપા પોસ્ટ પર પાછી આવશે.