ભારતમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ કન્ટ્રોલ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે. વચ્ચે એક સમય આવ્યો હતો કે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસો ઘટ્યા હતા. તો અત્યારે સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિન ભલે આવી ગઈ હોય પરંતુ હજી સાવચેતી તો એટલી જ રાખવી પડશે. ત્યારે આવો જાણીએ ભારતના કયા રાજ્યમાં કોરોના વાયરસની શું સ્થિતિ છે.
મહારાષ્ટ્રમાં 8,744 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 9,068 લોકો સાજા થયા અને 22 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં રાજ્યમાં 22 લાખ 28 હજાર 471 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 20 લાખ 77 હજાર 112 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52,500 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,637 દર્દી સારવાર હેઠળ છે.
કેરળમાં 1,412 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 3,030 લોકો સાજા થયા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં 10 લાખ 78 હજાર 740 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 10 લાખ 34 હજાર 895 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 4,313 દર્દી મૃત્યુ પામ્યા છે. 39,233 દર્દીની સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશમાં કોરોનાના 427 કેસ નોંધાયા હતા. 397 લોકો સાજા થયા અને 1નું મૃત્યુ થયું. અત્યારસુધીમાં અહીં 2 લાખ 65 હજાર 70 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં 2 લાખ 57 હજાર 560 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3872 દર્દી મૃત્યુ પામ્યા છે. 3638 દર્દી હજી સારવાર હેઠળ છે.
ગુજરાતમાં 555 નવા કેસ નોંધાયા હતા. 482 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં 2 લાખ 73 હજાર 941 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 66 હજાર 313 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4416 દર્દી મૃત્યુ પામ્યા છે. 3,212 દર્દીની સારવાર ચાલી રહી છે.
રાજસ્થાનમાં 179 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતુ. 51 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં 3 લાખ 21 હજાર 711 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3 લાખ 17 હજાર 39 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2789 દર્દી મૃત્યુ પામ્યા છે. 1883 દર્દીની સારવાર ચાલી રહી છે.
રાજધાની દિલ્હીમાં 239 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 309 લોકો સાજા થયા અને 3 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6 લાખ 41 હજાર 340 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 6 લાખ 28 હજાર 686 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,924 દર્દી મૃત્યુ પામ્યા. 1730 દર્દી સારવાર હેઠળ છે.