કોરોના મહામારીમાં જે દવા વધુ અસરકારક હતી તેની દાણચોરી ગુજરાતથી છેક સાઉથ આફ્રિકા સુધી થઈ હોવાનું ષડયંત્ર સાઉથ આફ્રિકના જોહાનિસબર્ગ એરપોર્ટ પરથી પરથી ઝડપાયું છે. જેમાં ગુજરાતમાં રહેતા છ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓ પાસેથી રૂા.ત્રણ કરોડની કિંમતની 3,35,800 જેટલી ટેબ્લેટસનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું મુંબઈ એરપોર્ટ વિભાગમાંથી જાણવા મળે છે.
કોરોનાના દર્દીઓની સારવારમાં ”આઈવરમેકટીન” સચોટ પુરવાર થઈ છે. કોરોનાના સેંકડો દર્દીઓને આનાથી સારૂ થયાના કિસ્સા નોંધાયા છે. આ દવા સાથે તાવ અને શરીરનો દુ:ખાવો દૂર કરવાની ડિકલોફનેક, એમોકસીસીલીન, કલોરફેનીરેમાઈનનો ઉપયોગ શરૂ કરાતોે હતો.
વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના દેશોના એરપોર્ટ પણ લોકડાઉન કરી દેવાયા હતા. પરંતુ કોરોનાનો કહેર ઘણો બધો ઘટી જતાં હવે વિશ્વના કેટલાક દેશોના એરપોર્ટ પુન: શરૂ કરાયા છે. છેલ્લા લગભગ છ મહિનાથી કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી આ દવાઓ કે જેના પર સાઉથ આફ્રિકામાં પ્રતિબંધ છે.
તેમ છતાં ગુજરાતના ગામોના કેટલાક રહીશો આ દવાનો જથ્થો દાણચોરી દ્વારા સાઉથ આફ્રિકામાં ઘુસાડતા હોવાની માહિતીના આધારે સાઉથ આફ્રિકા રેવન્યૂ સર્વિસ (કસ્ટમ એન્ડ એકસાઈઝ) અને હેલ્થ પ્રોડકટ રેગ્યુલેટરી ઓથોરિટિ લો એન્ફોર્સમેન્ટ યુનિટે જોહાનિસબર્ગ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. જેમાં તા.13મી જાન્યુઆરીથી તા.28 જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના ગામોની બે મહિલાઓ સહિત છ આરોપીની જોહાનિસબર્ગ એરપોર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી. ગુજરાતની આ ટોળકીના કેટલાક સાગરીતો 26મી જાન્યુઆરીના રોજ ઝડપાયા હતા.